GSTV
Home » News » Xiaomiના આ સ્માર્ટફોનની કિંમત 5000થી પણ ઓછી છે, ફીચર્સ છે મહત્વના

Xiaomiના આ સ્માર્ટફોનની કિંમત 5000થી પણ ઓછી છે, ફીચર્સ છે મહત્વના

શાઓમીની ખાસિયત છે કે આ બ્રાન્ડના સ્માર્ટફોનમાં યૂઝરને ઓછી કિંમતે સારા ફીચર મળી શકે છે, જ્યારે મિશ્રિત ફીચરવાળા સ્માર્ટફોન બીજા બ્રાન્ડમાં ઘણા વધારે મોંઘા મળે છે. પોતાની આ ખાસિયત પર યોગ્ય ઉતરીને શાઓમીએ રેડમી ગો સ્માર્ટફોનને લૉન્ચ કર્યો છે. આ ફોન એન્ડ્રોઈડ 8.1 ઓરિયો ઑપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

ફોનના કેમેરા સેટઅપ પર જાઓ તો તેમાં 8 મેગાપિક્સલ (એફ/2.0 અપર્ચર)નો પ્રાઈમરી કેમેરો આપવામાં આવ્યો છે, આ સાથે જ 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ આ ફોનમાં હાજર છે. રેડમી ગોના પ્લાસ્ટિક કેસની નીચે ડ્યુઅલ ગ્રેફાઈટ શીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કારણકે ફોનમાંથી નિકળતી હિટના કારણે ફોન ગરમ ના પડે.

આ સ્માર્ટફોનમાં 1 જીબી રેમ અને 8 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે, જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે. આ લિમિટેડ સ્ટોરેજની સાથે ફોન યોગ્ય પર્ફોમન્સ આપી શકે, જેના માટે ફોનમાં અમૂક એપ્સ લાઈટ મોડમાં પ્રી-ઈન્સ્ટૉલ રાખવામાં આવી છે. આ સાથે જ ફોનમાં ક્વાડ-કોર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 425 પ્રોસેસર હાજર છે.

ફોનમાં આપવામાં આવેલી 3000 એમએએચની બેટરી પાવર એવરેજ તરીકે યોગ્ય છે. આ સ્માર્ટફોન બ્લૂ અને બ્લેક બે કલર વેરિએન્ટમાં તૈયાર છે. જ્યાં બ્લૂ વેરિએન્ટ ગ્લૉસી ફિનિશની સાથે અને બ્લેક વેરિએન્ટ મેટ ટેક્સ્ચરની સાથે મળી રહ્યું છે. ફોનના નીચેના ભાગમાં માઈક્રો-યૂએસબી પોર્ટ, સ્પીકર અને માઈક્રોફોન હોલ બનાવવામાં આવ્યા છે, તો ફોનના ઉપરના ભાગમાં 3.5 કિલોમીટર ઑડિયો જેકની સાથે-સાથે એક અને માઈક્રોફોન હોલ પણ હાજર છે.

સ્પેસિફિકેશન અને ફીચરના મામલે ભલે આ ફોન એક એવરેજ ફોનની જેમ હોય, પરંતુ અંદાજે પાંચ હજારથી પણ ઓછી કિંમતમાં આટલા બધા ફીચરની હાજરી તેને ખાસ બનાવે છે.

READ ALSO

Related posts

અમેરીકન દંપતિ આપતા હતા બાળકોને ત્રાસ , પછી થયું શું…

Path Shah

PM મોદીએ શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ અને PM સાથે ફોન પર કરી વાત, હુમલા અંગે વ્યક્ત કરી સંવેદના

Arohi

નોકરી છોડ્યા બાદ તરત PF ઉપાડી લેવાની ક્યારેય ન કરો ભુલ, પહેલા વાંચી લો આ

Arohi