ફળ ખાવું હંમેશા ફાયદાકારક માનવામાં આવે છે, જો કે કેટલીકવાર તે મનપસંદ ફળની કિંમત એટલી વધારે હોય છે કે લોકોને તેને ખરીદતી વખતે બે વાર વિચારવું પડે છે. આવું જ એક ફળ આજકાલ તેની કિંમતને લઈને ચર્ચામાં છે. દુનિયાના આ સૌથી મોંઘા ફળને જોઈને તમારા મોંમાં પાણી આવી શકે છે. આ રસદાર દ્રાક્ષ છે જેને તેના લાલ રંગને કારણે જાપાનમાં રૂબી રોમન દ્રાક્ષ કહેવામાં આવે છે. આ ફળની કિંમતને કારણે તે વર્લ્ડ રેકોર્ડ બની ગયો અને તેને વિશ્વનું સૌથી મોંઘુ ફળ હોવાનો ખિતાબ આપવામાં આવ્યો છે. કિંમતના કારણે તેને વર્લ્ડ રેકોર્ડ બુકમાં પણ સ્થાન મળ્યું છે. જાપાનમાં રૂબી રોમન દ્રાક્ષનો એક સમૂહ 2020 માં એક હરાજીમાં 12,000 ડોલરમાં વેચવામાં આવ્યો છે.

આ દ્રાક્ષના ઝૂમખાની કિંમત લગભગ 30 હજાર રૂપિયા છે. રિપોર્ટ અનુસાર, હ્યોગો પ્રાંતમાં અમાગાસાકીમાં એક સુપરમાર્કેટમાં આ રૂબી રોમન દ્રાક્ષને વેચવામાં આવી હતી. વાસ્તવમાં આ ફળને હંમેશા મોંઘા ફળોની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે અને આ ફળ માત્ર સુપરમાર્કેટમાં જ મળે છે. જાપાનમાં પણ તેની અત્યંત મોંઘી કિંમતને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
જાપાની સુપરમાર્કેટ્સ ઘણીવાર એવા ફળો વેચતા નથી કે જેમાં ખામી હોય અથવા યોગ્ય કદની ન હોય. દ્રાક્ષને યોગ્ય રીતે ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે – સુપિરિયર, સ્પેશિયલ સુપિરિયર અને પ્રીમિયમ. પ્રીમિયમ તરીકે લાયક થવા માટે, દ્રાક્ષ સંપૂર્ણ હોવી આવશ્યક છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2021માં રોમન દ્રાક્ષની માત્ર બે બેચને જ પ્રીમિયમ ગ્રેડ તરીકે મૂકવામાં આવી હતી, જ્યારે 2019 અને 2020ના વર્ષોમાં કોઈ પણ પાત્ર ન હતું.
Also Read
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર