GSTV
Home » News » ભારતમાં જે બ્રેડ 35 રૂપિયાની વેચાય છે તે આર્થિક સમસ્યાના કારણે આ દેશમાં 1065 રૂપિયાની થઈ ગઈ

ભારતમાં જે બ્રેડ 35 રૂપિયાની વેચાય છે તે આર્થિક સમસ્યાના કારણે આ દેશમાં 1065 રૂપિયાની થઈ ગઈ

ઝિમ્બાબ્વેમાં અચાનક બ્રેડના ભાવ 9 ડોલરથી 60 ટકા જેટલા વધીને 15 ડોલર (અંદાજે રૂા. 1065) થઈ ગયા. ગંભીર આિર્થક કટોકટી અને મોંઘવારીનો સામનો કરી રહેલા ઝિમ્બાબ્વે માટે બ્રેડના વધેલા ભાવથી સમસ્યા વધુ પડકારજનક થઈ ગઈ છે. આ આફ્રિકન દેશમાં મોંઘવારી એટલી વધી છે કે નાગરિકો માટે બે ટંકનું ભોજન પણ મુશ્કેલ બની ગયું છે.

ઝિમ્બાબ્વેમાં લગભગ એક દાયકા પહેલાં મોંઘવારીનો દર 500 અબજ ટકા સુધી પહોંચી ગયો હતો. આ અસાધારણ મોંઘવારીના દરના કારણે દેશે તેનું ચલણ જ ખતમ કરી નાંખવા મજબૂર થવું પડયું હતું. આફ્રિકા ખંડમાં દક્ષિણમાં આવેલા આ દેશમાં મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે નાગરિકો જરૂરિયાતની વસ્તુઓ પણ મેળવી શકતા નથી.

દેશમાં મોટાભાગના લોકો માટે બે ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બની ગયું છે. આિર્થક સંકટ એટલું વધ્યું છે કે લોકોને દૈનિક જરૂરી વસ્તુઓ, દવાઓ અને પેટ્રોલ પણ નથી મળી રહ્યું. વિક્રેતાઓનું કહેવું છે કે ઉત્પાદનના ભાવમાં ઉછાળાના કારણે ભાવ વધારવા અમારે મજબૂર થવું પડયું છે.

બ્રેડના ભાવમાં એક દિવસમાં લગભગ 60 ટકા સુધીનો વધારો થયો છે. એક બ્રેડના ભાવ બુધવારે વધીને 15 ઝિમ્બાબ્વે ડોલર સુધી પહોંચી ગયા છે, જે એક દિવસ પહેલા 9 ડોલર હતા. ઝિમ્બાબ્વેમાં બ્રેડ બીજું સૌથી મહત્ત્વપૂર્ણ ખાદ્યાન્ન છે. બ્રેડ સિવાય ઝિમ્બાબ્વેમાં સાજદા નામની સૃથાનિક ડીશ સૌથી વધુ ખવાય છે.

મોંઘવારીના કારણે સરકારી કર્મચારીઓ નોકરી પર પણ જઈ નથી રહ્યા. હજારો સરકારી કર્મચારીઓ મોંઘવારીને કારણે ખૂબ જ પરેશાન છે. સરકારના સેંકડો કર્મચારીઓએ આ સપ્તાહે ફરજ પર જવાનો સ્પષ્ટ કરી દીધો છે. તેમનું કહેવું છે કે તેમના પગાર અને ભથૃથા દૈનિક જરૂરિયાત પૂરી કરવા માટે પર્યાપ્ત નથી.

ગયા સપ્તાહે તંત્રે વીજળીના ભાવમાં ભારે વધારો કર્યો જ્યારે પહેલાથી જ દેશ વીજળીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે.ઓગસ્ટમાં જ વીજળીના ભાવમાં 400 ટકા સુધીનો વધારો કરાયો હતો. આ મહિનાની શરૂઆતમાં દેશમાં પેટ્રોલના ભાવ 25 ટકા સુધી વધી ગયા હતા. ગયા મહિને દેશનો મોંઘવારી દર 290 ટકા સુધી પહોંચી ગયો હતો.

READ ALSO

Related posts

સંબિત પાત્રાએ મમતા બેનર્જીને 15 વર્ષ જૂનું ભાષણ યાદ કરાવી ચિંતામાં ગરકાવ કરી દીધા

Mayur

અભિનેત્રી પાયલ રોહતગીની કરાઈ ધરપકડ, મોતીલાલ નહેરુ પર વિવાદીત વિડિયો બનાવવાનો આરોપ..

pratik shah

Bigg Boss 13: હોસ્પિટલમાં દાખલ છે સિદ્ધાર્થ શુક્લા, ખરાબ તબિયતનાં પગલે થઈ આવી હાલત…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!