GSTV
Home » News » આ છે વિચિત્ર જેલ, જ્યાં 50 ગ્રામ તમાકુની કિંમત છે 43,000 રૂપિયા…

આ છે વિચિત્ર જેલ, જ્યાં 50 ગ્રામ તમાકુની કિંમત છે 43,000 રૂપિયા…

જેલના સળીયા પાછળ કેદીઓની પોતાની વિચિત્ર દુનિયા હોય છે. તેમાં રોજીંદા જીવનની વસ્તુઓની લેવડ-દેવડ થાય છે. નશીલા પદાર્થોના સોદા થાય છે. ત્યાં દેવાનું આશ્ચર્યમાં મૂકી દેતું વિષચક્ર પણ હોય છે, જેમાંથી કેદીઓનું બચવું મુશ્કેલ છે.

કેટરમોલના પુસ્તક ‘પ્રિઝન: અ સર્વાઇવલ ગાઇડ’ જેલના આ વિષચક્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પુસ્તક હાલમાં જ બજારમાં આવ્યું છે.

જેલમાં કમાણી

એ જોવું અઘરું નથી કે મહારાણીની કેદમાં (બ્રિટનની જેલ વ્યવસ્થા)માં લોકો કેમ આવી થોડી કમાણીનું માધ્યમ બનાવી લે છે. જ્યારે કાયદેસરની અર્થવ્યવસ્થાઓને અશક્ય બનાવી દેવામાં આવે છે ત્યારે લોકો કાળાબજારનો આશરો લે છે. થોડા દિવસ પહેલા સુધી (જેલમાં) તમાકુ કમાણીનું એક નાનું એકમ હતું. જેના પર હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

એટલે હવે તે પૂર્ણ વિશ્વાસ સાથે કહી શકાય છેકે જેલના એ વેપારી કેદીઓના ખરાબ દિવસો આવી ગયા કે જેઓ ગોલ્ડન વર્જીનિયા (તમાકુ)ના પેકેટ એવી રીતે સજાવીને બેસતા હતા જાણે સોનાનાં બિસ્કિટ હોય. નવા વેપારી (કેદી) ટિનમાં પેક માછલી અને સાબુ-તેલનાં પેકેટ લઈને બેસે છે. સ્ટોક એટલો કે તમે તેમની જેલની બારી પણ ન જોઈ શકો.

આ થોડું થોડું એસ્ટેરિક્સ અને ઓબેલિક્સના ગામમાં રહેવા જેવું છે – સૌનું પોતાનું નાનું ઉદ્યમ છે. કપડા ધોવાં અને ઘડી કરીને રાખતા લોકોને જો તમે ઍનર્જી ડ્રિન્ક પીવડાવો તો તેઓ સુનિશ્ચિત કરશે કે તમારાં કપડાં ખરેખર સાફ હોય.જેલ વૉર્ડમાં સામાન બદલવાના પ્રભારીને જો તમે નૂડલ્સ આપ્યા તો તેઓ સુનિશ્ચિત કરશે કે તમને પાથરવા માટે જે ચાદર મળે તે દાગ-ધબ્બા વગરની હોય. હેરડ્રેસરનો ભાવ થોડો વધારે છે. મુલાકાતીઓને મળતાં પહેલાં બધા જ લોકો (કેદી) ઇચ્છે છે કે તેઓ સુંદર દેખાય. જેલમાં ગેરકાયદેસર દારૂ પણ મળી શકે છે, જેની કિંમત ગુણવત્તાના આધારે આશરે 10 પાઉન્ડ (આશરે 850 રૂપિયા) પ્રતિ લિટર હોઈ શકે છે. 50 ગ્રામ તમાકુની કિંમત 500 પાઉન્ડ (આશરે 43,000 રૂપિયા) સુધી છે.

ખરીદનારનો મિત્ર વેચનારાના મિત્રને જેલની બહાર પૈસા ચૂકવશે અને પૈસા મળતા જ જેલમાં ખરીદદારને સામાન સોંપી દેવામાં આવશે. ખરેખર ઘણા લોકો જેલ માત્ર એ માટે જ જાય છે કે જેથી કેટલાક પૈસાની કમાણી કરી શકે અથવા તો દેવું ચૂકવી શકે. જેલની બહારની દુનિયામાં ઉધાર આપતી દુકાનો છે, બૅન્ક છે. જેલમાં તેમની જગ્યાએ મઠાધીશ કેદી છે, જે ડબલ બબલ સ્કીમ અંતર્ગત પૈસા ઉધાર આપે છે.

ડબલ બબલ સ્કીમ પોતાના નામની જેમ જ છે. તમે કંઈક ઉધાર લો છો (નશીલા પદાર્થ, તમાકુની પડીકું, પેઇન કિલર, ભોજન કે સાબુ-તેલ વગેરે) તો આગામી અઠવાડિયે તમારે બમણી કિંમત ચૂકવવી પડશે. જો તમે ચૂકવી નથી શકતા તો તમે દેવામાં ફસાઈ જશો જ્યાં તમને મજબૂર કરી દેવામાં આવશે કે તમે બસ ચૂકવતા જ જાઓ. ઘણા લોકો ઉધાર લે છે અને પરત ચૂકવી પણ દે છે. પરંતુ જો તમે પરત ન ચૂકવ્યું તો તમારી સાથે ખૂબ ખરાબ વર્તન થશે.

તમારી સાથે મારપીટ થશે, આંગળીઓને જેલના દરવાજામાં ફસાવીને દબાવી દેવામાં આવશે અને એવું બની શકે છે કે તમે મજાક બનીને રહી જાઓ. ઘણીવાર તો લોકો માત્ર કાકડી ખાઈએ પોતાને જ કમજોર બનાવી લે છે અને કમજોર કેદીઓના વૉર્ડમાં અથવા તો બીજી જેલમાં બદલીનો પ્રયાસ કરે છે.

READ ALSO

Related posts

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel

એક વાઘણ માટે લડી પડ્યા બે વાઘ… લવ ટ્રાયંગલમાં આવ્યો રસપ્રદ ટ્વીસ્ટ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!