GSTV
Rajkot Trending ગુજરાત

શિક્ષણના નામે શાળાઓનો વેપલો : રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા આચાર્યે ખોલી ગુજરાત સરકારની પોલ

રાજકોટ મનપા સંચાલિત શિક્ષણ સમિતિની શાળા નંબર ૯૩ ખાનગી ફાઉન્ડેશનને દત્તક આપ્યા બાદ સરકારી સ્કૂલની હાલત બદતર બની ગઇ છે. જે અંગે શાળા નંબર 93 ના આચાર્યએ મુખ્ય મંત્રીને ખાનગી ફાઉન્ડેશ સાથે કરાર રદ કરવા પત્ર લખ્યો છે. કરાર રદ નહિ થાય તો ધરણા પર બેસવાની પણ ચીમકી આપવામાં આવી છે. હાઈટેક શાળા બનાવવા નામે લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનો આરોપ છે. શાળામાં ધોરણ 1 થી 8 માં 890 બાળકો અભ્યાસ કરે છે.

ટ્રસ્ટના નામે સરકારી શાળા પચાવી પાડવા ટ્રસ્ટનું કારસ્તાન હોવાનો ઉલ્લેખ કરાયો છે. શાળા નંબર 93માં કમ્પ્યુટર અને સાયન્સ લેબ બંધ છે. પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા આચાર્ય વાનીતાબેન રાઠેડે મીડિયા સમક્ષ વ્યથા હતી. તેઓએ કહયું હતું શાળા દત્તકના નામે રવિવારે મિજબાની કરતા હોય છે. સવારે બ્લડ ડોનેટ અને અને મોડી રાત સુધી નાસ્તા જમણવાર કરવામાં આવે છે.. ક્લાસરૂમમાં ચારને બદલે બે પંખા નખાયા છે. ૮૦ માંથી ૧૦ પંખા ગાયબ હોવાનું જણાવ્યું છે. શિક્ષકોનું ફેસ રીડિંગ કાઢી નાખ્યું છે. જેને લીધે આચાર્ય સહિતના શિક્ષકો ઓનલાઈન હાજરી પૂરી શકતા નથી. સૌથી ગંભીર બાબતે છે કે સેનિટેશનની કોઈ વ્યવસ્થા કરાઇ નથી.

Read Also

Related posts

Viral Video : પિતા બાળકને પટ્ટા પર બાંધી રહ્યા હતા, વીડિયો જોઈને લોકોએ કહ્યું- માણસનું બાળક છે કૂતરાનું નથી

Hemal Vegda

Viral Video : સરકારી સ્કૂલોમાં શિક્ષકોને આ માટે અપાય છે તોતિંગ પગાર, જુઓ સાહેબ આવ્યા અને કપડાં કાઢીને સૂઈ ગયા

Hemal Vegda

વિવાદ/ પઠાણ ફિલ્મના વિરોધમા ટ્વિટ કરનાર કચ્છના હિન્દુ સંતને મળી સર કલમ કરવાની ધમકી

Karan
GSTV