GSTV

ભારતમાં રહીને ટ્રમ્પને ફરી જગત જમાદાર થવાના અભરખા જાગી ગયા, કાશ્મીર મામલે કરી આ ઓફર

Last Updated on February 25, 2020 by Mansi Patel

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ભારતની મુલાકાતે આવ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કાશ્મીર પર મધ્યસ્થતાની વાત વધુ એક વખત કરી છે. દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કાશ્મીર મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપતા ડોનાલ્ડ ટ્રંપે કહ્યુકે, કાશ્મીર પર મધ્યસ્થતાને લઈને જો હું કંઈ પણ કરી શકુ તો હું કરીશ. પરંતુ જો બંને દેશ ઈચ્છશે તો જ. આતંકવાદ સામે ભારત અને અમેરિકા એક છે. પીએમ મોદી આતંકવાદને લઈને ખૂબ જ મજબૂત છે.

પાકિસ્તાનની ધરતી પર આતંકવાદ પર પુછાયેલાં સવાલનાં જવાબમાં ડોનાલ્ડ ટ્રંપે કહ્યુકે, ભારત અને પાકિસ્તાન પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવવાના પ્રયાસો કરી રહ્યા છે.  મારે ભારત અને પાકિસ્તાન બંને દેશનાં પ્રધાનમંત્રીની સાથે સારા સંબંધો છે. ટ્રંપે કહ્યુકે, કાશ્મીરની વાત છે તો જરૂર જણાશે તો અમે મધ્યસ્થતા કરીશું. અમે મધ્યસ્થતા કરવા માટે તૈયાર છીએ. અમે ઈચ્છીએ છીએ ભારત અને પાકિસ્તાન વધારે નજીક આવે.

ઇસ્લામિક આતંકવાદ ન ફેલાય તે દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ. સીરિયામાં જે બન્યું તે આખી દુનિયાએ જોયું. અમે તેને રોકવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. અમે આતંકવાદને કાબૂમાં લેવા ઘણાં પગલાં લીધાં છે. કટ્ટરપંથી ઇસ્લામને તેના મૂળમાંથી દૂર કરવાના પ્રયાસો ચાલુ છે. આ માટે, બધા દેશોએ મદદ માટે આગળ આવવું જોઈએ. અમે આ અંગે પાકિસ્તાન ઉપર દબાણ લાવવાનો પ્રયત્ન કરીશું.

આ પહેલાં પણ UNમાં ભારત ઘણી બધીવાર સ્પષ્ટતા કરી ચૂક્યુ છેકે, કાશ્મીર અમારો આંતરિક મામલો છે. અને અમારે કોઈ પણની મધ્યસ્થતાની જરૂર નથી. ગયા વર્ષે જ્યારે પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાન ખાન અમેરિકાના પ્રવાસે ગયા હતા. તે સમયે પણ અમેરિકન રાષ્ટ્રપતિએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થા કરવા માટે તૈયારી દર્શાવી હતી. જોકે, ભારતે અમેરિકાની મધ્યસ્થાને ફગાવી હતી. અને ભારતે જમ્મુ કાશ્મીરનો મુદ્દો આતંરિક ગણાવ્યો હતો.

READ ALSO

Related posts

ખાસ વાંચો/ Facebook કે LinkedIn પરથી ક્યાંક તમારો ડેટા પણ લીક નથી થયો ને! આ ટ્રિકથી જાણો

Bansari

નાગરિકતા સંશોધન એક્ટ/ 20 મહિના પછી પણ નથી બન્યા CAAના નિયમ, ગૃહ મંત્રાલયે માંગ્યો વધુ સમય

Damini Patel

વળતાં પાણી / ગુજરાતના ૨૪ જિલ્લામાં હવે ૧૦થી પણ ઓછા એક્ટિવ કેસ, 4 જિલ્લા તો કોરોનામુક્ત થઈ ગયા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!