GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

ડોનાલ્ડ ટ્રમ્પની કારની જેમ હેલિકોપ્ટર પણ છે અભેદ કવચ સમાન : ગોળી અથવા મિસાઇલ કોઈ ભેદી ન શકે

જે રીતે ટ્રમ્પની કાર ધ બીસ્ટ શાનદાર છે તે જ રીતે તેનું હેલીકોપ્ટર પણ પોતાનામાં એક અજાયબી છે. અમેરિકાના રાષ્ટ્રપતિને કોઇ પણ ખાનગી હેલીકોપ્ટરમાં ઉડાન ભરવાની મનાઇ છે. તેથી તેઓ માત્ર મરીન વન નામના હેલીકોપ્ટરમાં જ ઉડાન ભરે છે. આવો જાણીએ શા માટે ખાસ છે મરીન વન હેલીકોપ્ટર.

મરીન વન હેલીકોપ્ટર

  • રાષ્ટ્રપતિની સુરક્ષાના કારણોસર એક જેવા પાંચ કે ત્રણ હેલીકોપ્ટર ભરે છે ઉડાન
  • એક હેલીકોપ્ટરમાં સવાર હોય છે અમેરિકન રાષ્ટ્રપતિ
  • રાષ્ટ્રપતિના હેલીકોપ્ટરની અમુક અધિકારી અને સીક્રેટ સર્વિસને એજન્ટ્સને જ હોય છે જાણ
  • એક નાની ઓફિસ સમાન છે હેલીકોપ્ટર
  • બે-ચાર લોકો સાથે મિટિંગ કરી શકાય
  • હેલીકોપ્ટરમાં આશરે ૧૪ લોકો સફર ખેડી શકે
  • વીએત-થ્રી કેટેગરીનું સૈન્ય ગ્રેડ ધરાવતું હેલીકોપ્ટર
  • હેલીકોપ્ટરના કવચને ગોળી અથવા મિસાઇલ ભેદી ન શકે
  • થર્મલ ગાઇડેડ મિસાઇલ કાઉન્ટર વોરફેરથી સજ્જ
  • ગરમીના આધારે ટાગર્ેટ નક્કી કરનારી મિસાઇલને આપી શકે ચકમો
  • કાઉન્ટર રડાર સિસ્ટમ દુશ્મનના રડારને જામ કરી શકે

અમેરિકાના રાષ્ટ્રપતિ હંમેશા મરીન વન નામના હેલીકોપ્ટરમાં ઉડાન ભરતા જોવા મળે છે. અમેરિકાની ધ સીક્રેટ સર્વિસ મુજબ સુરક્ષા પ્રોટોકોલ પ્રમાણે રાષ્ટ્રપતિ કોઇ ખાનગી કે અન્ય હેલીકોપ્ટરમાં ઉડાન ન ભરી શકે. તેમને માત્ર મરીન વન હેલીકોપ્ટરમાં જ જવાની મંજૂરી છે. સુરક્ષા પ્રોટોકોલ પ્રમાણે જ અમેરિકન રાષ્ટ્રપતિ માટે ઉપયોગમાં લેવાતું એરફોર્સ વન વિમાન રનવે પર ઉતર્યા બાદ એરપોર્ટથી મંઝીલનું અંતર 10 કિલોમીટરથી વધુ હોય તો અમેરિકાના પ્રેસીડેન્ટ માર્ગના બદલે મરીન વનમાં સવાર થઇને જાય છે. એટલે જ તો એરફોર્સ વનની જેમ મરીન વન હેલીકોપ્ટર પણ ખાસ છે. મરીન વન અમેરિકાનું એક એવું હેલીકોપ્ટર છે કે જેને બુલેટ, તોપ કે મિસાઇલ ભેદી શકતી નથી.

હેલીકોપ્ટરમાં આશરે 14 લોકો સફર ખેડી શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિની સુરક્ષાના કારણોસર મરીન વન હંમેશા એક જેવા પાંચ અથવા ત્રણ હેલીકોપ્ટરના ગ્રુપમાં આકાશમાં ઉડાન ભરે છે. આ પાંચ હેલીકોપ્ટરમાંથી એક હેલીકોપ્ટરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ સવાર હોય છે. તે હેલીકોપ્ટરની જાણ અમુક અધિકારીઓ અને સીક્રેટ સર્વિસના એજન્ટ્સને જ હોય છે. આ હેલીકોપ્ટરમાં એક નાની નાની એવી ઓફિસ છે. જેમાં તેઓ બે-ચાર લોકો સાથે મિટિંગ પણ કરી શકે છે. આ ઉપરાંત હેલીકોપ્ટરમાં આશરે 14 લોકો સફર ખેડી શકે.

હેલીકોપ્ટરના કવચને ગોળી અથવા મિસાઇલ ભેદી શકે નહીં

મરીન વન હેલીકોપ્ટરને સમુદ્રનો રાજા કહેવામાં આવે છે. તેનો ઉપયોગ યુએસ મરીન કોર્પ્સની નાઇટ હોક્સ સ્કવોડ્રન દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ હેલીકોપ્ટરનો સૌ પ્રથમ ઉપયોગ 1957માં શરૂ થયો હતો.. ઉડાન ભરતા પહેલા મરીન એવિએટર્સ દ્વારા હેલીકોપ્ટરની ઝીણવટભરી તપાસ કરે છે. મરીન વન વીએચ-થ્રી કેટેગરીનું સૈન્ય ગ્રેડ ધરાવતું હેલીકોપ્ટર છે. આ તાકાતવાન હેલીકોપ્ટરના કવચને ગોળી અથવા મિસાઇલ ભેદી શકે નહીં.

કાઉન્ટર રડાર સિસ્ટમ દુશ્મનના રડારને જામ કરી શકે છે

મરીન વન થર્મલ ગાઇડેડ મિસાઇલ કાઉન્ટર વોર ફેરથી સજ્જ છે. એટલે કે ગરમીના આધારે ટાર્ગેટ નક્કી કરનારી મિસાઇલોને પણ તે ચકમો આપી શકે છે. તેની કાઉન્ટર રડાર સિસ્ટમ દુશ્મનના રડારને જામ કરી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ અમેરિકા અથવા વિદેશમાં જ્યારે વિશેષ પ્રવાસે હોય છે ત્યારે તેમના આગમન પહેલા જ સી-17 અથવા સી-5 ટ્રાન્સપોર્ટેશન વિમાન મારફત મરીન વન હેલીકોપ્ટરને પહોંચાડી દેવામાં આવે છે.

READ ALSO

Related posts

અટારી વાઘા બોર્ડર પર ઉજવાયો સ્વતંત્રતા દિવસ, તણાવ વચ્ચે બંને દેશોના જવાનોએ મીઠાઈ ખવડાવી આપી શુભેચ્છા

pratik shah

ભક્તિમાં એટલા આંધળા ના થઈ જાઓ કે ગુગલ પણ સર્ચ ના કરી શકો, લોકોએ કર્યા કટાક્ષ

Ankita Trada

ફડણવિસને મહારાષ્ટ્ર બહાર મોકલવાનો તખ્તો તૈયાર, આ રાજ્યની જવાબદારી સોંપાશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!