GSTV
Home » News » આ શહેરના વકીલ મંડળના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સાયકલ લઈને પહોચ્યાં ઓફિસે

આ શહેરના વકીલ મંડળના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સાયકલ લઈને પહોચ્યાં ઓફિસે

દેશભરમાં આજથી નવા મોટર વ્હિકલ એક્ટની અમલવારી શરૂ થઈ છે. જેમાં દ્વીચક્રી વાહનોના ચાલકોએ હેલ્મેટ પહેરવું ફરજીયાત હોય છે. જેતપુર વકીલ મંડળના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ દ્વારા આજે સાયકલ લઈને કોર્ટે આવી આ કાયદાનો સખત શબ્દમાં વિરોધ કર્યો હતો. નવા મોટર વહીકલ એકટનો દેશભરમાં આજથી અમલ થઈ રહ્યો છે જેમાં દ્વી ચક્રી વાહનોથી માંડીને હેવી વાહનો ચાલકો પર ખૂબ આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં અત્યારે ખૂબ મંદીનો માહોલ છે. લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે અને દેશના મોટા ભાગના દ્વીચક્રી વાહન ચાલકો તો તેમના વાહનની પેટ્રોલ ટાંકીમાં માંડ પચાસ રૂપિયાનું પેટ્રોલ ભરાવી શકતા હોય તેવામાં આઠસોથી હજાર રૂપિયાની કિંમતનો હેલ્મેટ ક્યાંથી ખરીદી શકે.

જેથી આ કાયદાનું માન પણ જળવાઈ અને વિરોધ પણ થાય તે માટે જેતપુર વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ પંડ્યા અને વર્તમાન પ્રમુખ દિનેશભાઇ વાઘેલા દ્વારા કોર્ટે મોટર સાયકલ પર આવવાને બદલે સાયકલ પર આવી આ કાયદાને કાળો કાયદો ગણાવી જોરદાર વિરોધ કર્યો હતો. જ્યારે વકીલ મંડળના પૂર્વ સેક્રેટરી સત્યેનભાઈ ગોસાઈએ કાયદાને સમર્થન આપીને જણાવેલ કે, હજુ તો બાળકો ઉગીને ઉભા થતા હોય ત્યાં માં-બાપ તેઓને મોટર સાયકલની ચાવી આપી દે છે. જેને કારણે અકસ્માતો વધ્યા છે જેથી આવો આકરા દંડ વાળો કાયદો હોય તો દંડના દરે પણ સગીરો મોટર સાયકલ ચલાવતા બંધ થશે અને અકસ્માત ઓછા થશે.

READ ALSO

Related posts

દિવાળી પહેલાં આ રાશિના જાતકો થઇ જશે માલામાલ, લક્ષ્મીજીએ લખ્યાં છે ખાસ ધન પ્રાપ્તિના યોગ

Bansari

દિવાળીમાં આ દિવસે ભૂલથી પણ ગૃહ પ્રવેશ ના કરતાં, નહીંતર જીવનમાં આવશે આટલી મોટી સમસ્યાઓ

Bansari

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!