GSTV
Home » News » રાષ્ટ્રપતિએ 16મી લોકસભા વિસર્જન કરવાની ભલામણને મંજૂરી આપી

રાષ્ટ્રપતિએ 16મી લોકસભા વિસર્જન કરવાની ભલામણને મંજૂરી આપી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે ૧૬મી લોકસભાનું વિસર્જન કરવાની કેબિનેટની ભલામણને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે ગઇકાલે  લોકસભાનું વિસર્જન કરવાની ભલામણ કરી હતી.  રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ કેબિનેટની આ ભલામણનો સ્વીકાર કરતા બંધારણની કલમ ૮૫ની પેટા કલમ ૨ના સહ જોગવાઇ(બી)ના હેઠળ પ્રાપ્ત અધિકારોનો પ્રયોગ કરીને ૧૬મી લોકસભાનું વિસર્જન કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતાં.  ૧૬મી લોકસભાની મુદ્દતનો કાર્યકાળ ૩ જૂને સમાપ્ત થઇ રહ્યો છે.

૧૬મી લોકસભાની પ્રથમ બેઠક ૪ જૂન, ૨૦૧૪ના રોજ બોલાવવામાં આવી હતી અને તે દિવસે સભ્યોે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતાં. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ પોતાના બંને સહયોગી ચૂંટણી કમિશનર અશોક લવાસા અને સુશીલ ચંદ્રાની સાથે રાષ્ટ્રપતિને નવા ચૂંટાયેલા સાંસદોની યાદી સોંપી દીધી છે.

READ ALSO

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

Vastu Tips : ઘર અથવા ઓફિસમાં લાવા માંગો છો સુખ-સમૃદ્ધિ તો દરેક રૂમમાં રાખો ફટકડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!