GSTV

દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું, દ્વેષપૂર્ણ ભાષણ આપનાર સામે કેસ નોંધવા હાલનો સમય નથી યોગ્ય

શાહીન બાગમાં સીએએનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓની વિરૂદ્ધ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર, ભાજપ સાંસદ પ્રવેશ વર્મા અને કપિલ મિશ્રા દ્વારા દ્વેષપૂર્ણ ભાષણ આપવાના મામલે ગુરૂવારે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઇ. હાઇકોર્ટે આ કેસમાં કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવતા પોતાનો જવાબ દાખલ કરવા માટે ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે. અને જે બાદ 13 એપ્રીલ સુધી સુનાવણી મોકુફ રાખવામાં આવી. આ પહેલા બુધવારે હાઇકોર્ટના જસ્ટીસ એસ.મુરલીધર અને જસ્ટિસ તલવંત સિંહની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી.

દ્વેષપૂર્ણ ભાષણો પર એફઆઇઆર નહીં નોંધે.

ગુરૂવારની સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસના વકીલ અને સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે અરજદારે પોતાની બુદ્ધિમતા પ્રમાણે ત્રણેય ભાષણને દ્વેષપૂર્ણ ગણાવ્યું છે પરંતુ આવા ઘણા ભાષણ છે. દિલ્હી પોલીસે હાઇકોર્ટમાં જણાવ્યું કે તેમણે નિર્ણય કર્યો છે કે તેઓ દ્વેષપૂર્ણ ભાષણો પર એફઆઇઆર નહીં નોંધે. કારણ કે હાલનો સમય તેના માટે યોગ્ય નથી. તેનાથી શાંતિ સ્થાપવામાં કોઇ મદદ નહીં મળે. દિલ્હી પોલીસે તે વાતની પણ જાણકારી આપી કે હિંસાના મામલે તેમણે હજુ સુધીમાં 48 એફઆઇઆર નોંધી છે.

READ ALSO

Related posts

Corona: અમદાવાદમાં 50 તો આર્થિક રાજધાની મુંબઈમાં 143 નવા કેસે દેશમાં વધારી દીધી ચિંતા

Bansari

જીવના જોખમે અમદાવાદમાં બફર ઝોનમાં કામગીરી, વિજય નહેરાએ કહ્યું હજુ મોટી સંખ્યામાં કેસો વધશે

pratik shah

પોતાની 102 ટ્રોફી વેચીને આ 15 વર્ષનાં ગોલ્ફરે PM મોદીને મોકલ્યા 4 લાખ, કહ્યુ, ‘મોદીજી લોકોના જીવ બચાવો’

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!