GSTV
Home » News » વારાણસીમાં NDAનાં નેતાઓની હાજરી, પીએમ મોદીનું શક્તિ પ્રદર્શન કે પછી…

વારાણસીમાં NDAનાં નેતાઓની હાજરી, પીએમ મોદીનું શક્તિ પ્રદર્શન કે પછી…

વડાપ્રધાન મોદીએ શુક્રવારે વારાણસી લોકસભા સીટ પરથી બીજી વખત ઉમેદવારી ફોર્મ ભર્યું. પીએમ મોદી પોતાની સભાઓ અને રેલીઓમાં વિપક્ષના મહાગઠબંધનને મહામિલાવટી ગણાવતા રહ્યા છે. ત્યારે વારાણસીમાં પીએમ મોદીના ઉમેદવારી સમયે એનડીએનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે વારાણસીમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યુ ત્યારે દ્રશ્યો 2014થી અલગ હતા. મોદીએ આ વખતે રોડ શો મારફત પોતાનું શક્તિ પ્રદર્શન પહેલા કર્યું. તો બીજા દિવસે એનડીએની એકજૂથતા દેખાડવાનો પ્રયાસ કર્યો. નરેન્દ્ર મોદીની ઉમેદવારીમાં એનડીએના તમામ મોટા નેતા હાજર રહ્યા. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા મોદીનો એક અલગ અંદાજ જોવા મળ્યો. તેમણે તમામ એનડીએના નેતાઓ સાથે મુલાકાત તો કરી, આ સાથે જ અકાલી દળના વયોવૃદ્ધ નેતા પ્રકાશ સિંહ બાદલના ચરણ સ્પર્શ પણ કર્યા.

એનડીએના આ શક્તિ પ્રદર્શનમાં ભાજપ સાત સહયોગી પક્ષના પ્રમુખ નેતા પણ હાજર રહ્યાં. જેમાં બિહારના મુખ્યપ્રધાન અને જેડીયૂ પ્રમુખ નીતિશ કુમાર , શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, અકાલી દળના નેતા પ્રકાશસિંહ બાદલ અને સુખબીર સિંહ બાદલ, અન્નાદ્રમુક નેતા ઓ. પન્નીરસેલ્વમ અને થમ્બીદુરઇ,  LJP પ્રમુખ રામવિલાસ પાસવાન,  અપના દળના નેતા અનુપ્રિયા પટેલ અને એનડીપીપીના નેતા અને નાગાલેન્ડના મુખ્યપ્રધાન નેફ્યુ રિયો બનારસ પહોંચ્યા હતા.  જ્યારે કે ભાજપ તરફથી અમિત શાહ ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, વિદેશપ્રધાન સુષમા સ્વરાજ, ઉત્તરપ્રદેશના પ્રભારી જેપી નડ્ડા, ગૃહપ્રધાન રાજનાથ સિંહ, માર્ગ તેમજ પરિવહન પ્રધાન નીતિન ગડકરી હાજર રહ્યા.

ઉમેદવારી ફોર્મ ભરતા સમયે પીએમ મોદી આશરે 45 મિનિટ સુધી ડીએમની ઓફિસમાં બેઠા રહ્યા. આ દરમિયાન તેમનો ચિર પરિચિત અંદાજ પણ જોવા મળ્યો. જિલ્લા અધિકારી સુરેન્દ્ર સિંહ જે સમયે પીએમ મોદીના ઉમેદવારી ફોર્મની ચકાસણી કરી રહ્યા હતા તે સમયે મોદી કર્મચારીઓ તરફ ઇશારો કરીને હાલચાલ જાણતા પણ નજરે પડ્યા. ફોર્મની ચકાસણી દરમિયાન તેઓ ધૈર્ય અને શાંતિથી ખુરશી પર બેસી રહ્યા.

પીએમ મોદી દ્વારા ઉમેદવારી નોંધાવ્યા બાદ વારાણસી બેઠક પર હવે ત્રિપાંખીયો જંગ જોવા મળશે. કોંગ્રેસે અહીં અજય રાયને ફરી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કે સપા-બસપા તરફથી શાલિની યાદવ મેદાનમાં છે.

READ ALSO

Related posts

હાર બાદ પીડીપી નેતાનું નિવેદન: કોંગ્રેસ માટે અમિત શાહ જેવા નેતાની તાતી જરૂર

Riyaz Parmar

ગુજરાતમાંથી 26માંથી 26 બેઠક જીત્યા બાદ રૂપાણીના કદમાં વધારો

Dharika Jansari

સેન્સેક્સ 40000 અને નિફટીમાં 12000ના નવા વિક્રમની રચના

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!