GSTV

ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત, સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં છુટાછવાયા ઝાપટા પડવાની આગાહી

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ બેસવાને વાર છે. પણ તે પહેલા પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાક દરમ્યાન છુટાછવાયા વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે.

 

તો અમરેલી પંથકમાં ચોમાસાના આગમન સાથે મેઘરાજાએ પૂરજોશમાં બેટીંગ કરી હતી. પ્રિ-મોન્સૂન એક્ટિવીટીના ભાગરૂપે ચોમાસાના આગમન પહેલા જ મેઘરાજાની એન્ટ્રી થઇ જતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદ વરસતા આકડીયા નજીક અમરેલી કુંકાવાવ સ્ટેટ હાઇવે હાલમાં બંધ થઇ ગયો છે. જેના કારણે રસ્તેથી પસાર થતા લોકો ફસાય ગયા છે અને વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ્પ થઇ ગયો છે.

Related posts

સસરા અવનીને બાજુમાં બેસાડી ના કરવાનું કરતાં, ફોટો ક્લિક કરવાના બહાને…

Bansari

રાજ્યના આ વિસ્તારમાં આગામી 5 દિવસ હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી

Nilesh Jethva

જો આ રીતે સમજદારીથી કરશો Credit Cardનો ઉપયોગ, તો થશે ઘણા બધા ફાયદાઓ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!