GSTV
Business Trending

ખુશખબરી / પોસ્ટઓફિસે પતિ-પત્ની માટે બહાર પાડી એક વિશેષ સ્કિમ, આજે જ જાણો અને તુરંત મેળવો લાભ

તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પોસ્ટઓફિસ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ સાથે જ અહીં કોઈપણ સ્કીમમાં રોકાણમા નાણાંની સંપૂર્ણ ગેરંટી મળે છે એટલે કે તમારા પૈસા પર કોઈ જ જોખમ રહેતુ નથી. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક વિશેષ સ્કીમ વિશે જણાવીશું, જેના દ્વારા પતિ-પત્ની બંને દર મહિને સાથે મળીને સારી એવી કમાણી કરી શકે છે.

પોસ્ટ ઓફિસ દ્વારા એક વિશેષ સ્કીમ ચલાવવામાં આવે છે જેના દ્વારા પતિ-પત્ની બંને વાર્ષિક 59,400 રૂપિયા કમાઈ શકે છે. આ યોજનાનું નામ પોસ્ટ ઓફિસ મંથલી સેવિંગ્સ સ્કીમ. આ સ્કીમ દ્વારા તમે દર મહિને નિશ્ચિત આવક મેળવી શકો છો. માસિક કમાણીની વાત કરીએ તો તમે દર મહિને 4950 રૂપિયા કમાઈ શકો છો. આ સ્કીમ અંતર્ગત તમે જોઇન્ટ એકાઉન્ટ પણ ખોલી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે, આ યોજનામાં તમને બેવડા લાભ કેવી રીતે મળશે?

પોસ્ટ

વાર્ષિક આટલી આવક થશે :

આ સ્કીમમાં જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવાના કારણે તમારો નફો બમણો થાય છે. આ સ્કીમ દ્વારા પતિ પત્ની વાર્ષિક 59,400 રૂપિયા સુધીની કમાણી કેવી રીતે કરી શકે છે? તે અંગે અમે આજે તમને આ વિશેષ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ.

MIS યોજના શું છે?

MIS સ્કીમ અંતર્ગત તમે સિંગલ અને જોઈન્ટ બંને રીતે એકાઉન્ટ ખોલી શકો છો. પર્સનલ એકાઉન્ટ ખોલતી વખતે તમે આ સ્કીમમાં કમ સે કમ 1,000 રૂપિયા અને વધુમાં વધુ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. જોકે જોઈન્ટ એકાઉન્ટમા વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. આ સ્કીમ નિવૃત્ત કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ ફાયદાકારક છે.

પોસ્ટ

શું-શું ફાયદા મળે છે?

MIS વિશે સારી વાત એ છે કે બે કે ત્રણ લોકો સાથે મળીને સંયુક્ત ખાતુ પણ ખોલી શકે છે. આ જોઈન્ટ એકાઉન્ટથી થતી આવક દરેક સભ્યમાં સમાન ભાગમાં વેચવામાં આવે છે. તમે કોઈપણ સમયે જોઈન્ટ એકાઉન્ટને સિંગલ એકાઉન્ટમા કન્વર્ટ કરી શકો છો. આ સિવાય તમે સિંગલ એકાઉન્ટને પણ જોઈન્ટ એકાઉન્ટમા પણ કન્વર્ટ કરી શકો છો. ખાતામાં કોઈપણ ફેરફાર કરવા માટે ખાતા સાથે જોડાયેલા તમામ સભ્યોએ સંયુક્ત અરજી આપવી પડશે.

આ યોજના કેવી રીતે કરે છે કામ?

તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આ યોજના અંતર્ગત હાલ તમને 6.6 ટકાના દરે વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. આ યોજના હેઠળ તમારી કુલ ડિપોઝિટ પર વાર્ષિક વ્યાજના દરે વળતરની ગણતરી કરવામાં આવે છે. તમારુ કુલ વળતર વાર્ષિક ધોરણે મળશે, તેથી તેને દર મહિને 12 ભાગમાં વહેંચવામાં આવે છે. આ એક એવો ભાગ છે કે, જે તમે દર મહિને તમારા ખાતામાં મંગાવી શકો છો. જો તમને માસિક ધોરણે તેની જરૂર ન હોય તો તમે આ રકમ ખાતામાં જમા રહેવા દઈ શકો છો અને તેના પર પણ વ્યાજ મેળવી શકો છો.

Read Also

Related posts

અતિઅગત્યનું/ આધાર સાથે જોડાયેલી આ બે મોટી સેવાઓ UIDAI એ કરી નાંખી બંધ, તમારા પર પડશે સીધી અસર

Karan

પૈસા કમાઓ/ 1 રૂપિયાની નોટ તમને મિનિટમાં બનાવી દેશે લખપતિ!, જાણો કેવી રીતે

Damini Patel

શેરબજારમાં કરોડો રૂપિયા કેવી રીતે કમાઈ શકાય? Warren Buffettની સલાહથી થશે જોરદાર કમાણી

Damini Patel
GSTV