GSTV
Home » News » રાજ્યમાં ચોમાસું અતિભારે રૂપ ધારણ કરે તેવી સંભાવના : કેન્દ્રમાંથી ચાર ટીમ રવાના

રાજ્યમાં ચોમાસું અતિભારે રૂપ ધારણ કરે તેવી સંભાવના : કેન્દ્રમાંથી ચાર ટીમ રવાના

રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થઇ ગયું હોઇ છેલ્લા કેટલાક દિવસથી ક્યાંક અને ક્યાંક મેઘરાજાની પધરામણી થઇ રહી છે. હમણાં ત્રણ-ચાર દિવસ વરસાદ વિરામ લઇને ભારેથી અતિભારે વરસાદનું રૂપ ધારણ કરે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. આ આગાહીના પગલે કેન્દ્ર સરકાર દ્વારા એનડીઆરએફની ચાર ટીમને ગુજરાત માટે રવાના કરાઇ છે. અમદાવાદમાં પણ કાળાડિંબાંગ વાદળો છવાયા છે. વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ, દાદરા-નગરહવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદ ખાબકે તેવી આગાહી કરાઇ છે. દક્ષિણ પાકિસ્તાનથી ઉદ્ભભવેલું અપર એર સર્ક્યુલેશન પાંચ કિલોમીટરનો ફેલાવો ધરાવતું હોઈ રાજ્યમાં વરસાદ પડવાની શકયતા હવામાન વિભાગ દ્વારા કરાઇ છે.

ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જારી રહેવાથી લોકોમાં આનંદ છવાયો છે. ગઇ કાલે ઉમરગામમાં ૭ ઇંચ, વલસાડમાં ૬ ઇંચ, દમણમાં પ.પ ઇંચ અને સેલવાસમાં ૪.પ ઇંચ વરસાદ પડતાં દક્ષિણ ગુજરાતમાં મોસમનો સરેરાશ ૧ર.૭પ ઇંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં આજે ફરી મેઘરાજાની પધરમાણી થઈ છે.અને ધોધમાર વરસાદ શરૂ થયો છે. બે દિવસના વિરામ બાદ આજે વ્હેલી સવારથી જ કાળાડીબાંગ વાદળો અને ભારે પવન સાથે વરસાદની હેલી જોવા મળી હતી.

જ્યારે અમદાવાદમાં ગઇ કાલે મેઘરાજાએ ખમૈયાં કર્યાં હતાં. ચાલુ ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં ર.પ ઇંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. અમદાવાદમાં ઝોનવાઇઝ વરસાદની સરેરાશ નોંધાતાં ઉત્તર ઝોનમાં સૌથી વધુ ૪ ઇંચ વરસાદ, પૂર્વ ઝોનમાં ૩.૭પ ઇંચ વરસાદ, દક્ષિણ ઝોનમાં ર.પ ઇંચ વરસાદ, મધ્ય ઝોનમાં ર ઇંચ વરસાદ, પશ્ચિમ ઝોનમાં ૧.૭પ ઇંચ વરસાદ અને નવા પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછો ૧.પ ઇંચ વરસાદ મ્યુનિસિપલ તંત્રના ટાગોર હોલ સ્થિત મધ્યસ્થ કન્ટ્રોલરૂમના ચોપડે નોંધાઇ ચૂક્યો છે.

અમદાવાદમાં સિઝન દરમ્યાન સરેરાશ ૩૦ ઇંચ વરસાદ પડે છે. દરમિયાન સ્થાનિક હવામાન વિભાગની સત્તાવાર વેબસાઇટ પાંચ-છ દિવસ સર્વંરમાં ખામી સર્જાતાં ઠપ થઇ ગઇ હતી, જે માંડ માંડ આજે કામ કરતી થઇ હતી. મોરબી પંથકમાં પણ આજે સવારે વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. મોરબીના અનેક વિસ્તારમાં સવારથી જ વરસાદ વરસતા લોકોમાં આંનદની લાગણી જોવા મળી હતી. શહેરના અનેક વિસ્તારમાં ધિમીધારે વરસાદ શરૂ થયો છે. ભાવનગરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને વાતાવરણમાં ઠંડક ફેલાતા નગરજનોમાં આનંદ છવાયો હતો.ધીમેધારે વરસાદ થતો હોવા છતાં પણ નગજનોએ ઘરની અંદર જ રહેવાનું મુનાસીબ સમજ્યું હતુ. ક્યાંક એકલ દોકલ ટુ વ્હીલર ચાલક યુવતીઓ વરસાદની મજા માણીતી હોય તેમ લટાર મારવા નીકળી હોય તેવી રીતે નજરે ચડે હતી.

ભિલોડાની હાથમતી નદીમાં પુરને લઈને 10 ગામો સંપર્ક વિહોણા

અરવલ્લીમાં વરસાદી માહોલ જામ્યો છે..ત્યારે ભિલોડાની હાથમતી નદીમાં પુરને લઈને 10 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભિલોડાની હાથમતી નદીમાં પુરની સ્થિતિ જોવા મળી રહી છે. હાથમતી નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે. જેથી ભિલોડાના બોલુન્દ્રા, કામઠાડીયા સહિતના 10 ગામોમાં સંપર્ક વિહોણા થયા છે. બંને ગામ વચ્ચેના કોઝ વે પરથી પાણી વહેવા લાગ્યુ છે..ગામના પશુપાલકો કામઠાદિયાથી બોલુન્દ્ર જઈને ડેરીમાં દુધ ભરવાથી વંચિત રહ્યા છે. ગ્રામજનોએ નદી પર પુલ બનાવવાની માંગ શરૂ કરી છે. બીજી તરફ મોડાસામાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. શામળાજી પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો  શામળાજીમાં વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાયા હતા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાતુ હતુ. ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

નાગપુર ખાતે મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ પાણી ઘૂસી ગયું

મહારાષ્ટ્રના નાગપુરમાં ભારે વરસાદ થયો છે. નાગપુર ખાતે મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ પાણી ઘૂસી ગયું છે. નાગપુરમાં મહારાષ્ટ્ર વિધાનસભાનું મોનસૂન સત્ર ચાલી રહ્યું છે. પરંતુ પાણી વિધાનસભામાં ઘૂસી જવાને કારણે અધિવેશન રદ્દ કરવામાં આવ્યું છે. નાગપુર ખાતે વિધાનસભાના સબ પાવર સ્ટેશન ખાતે પણ પાણી ભરાઈ ગયું છે. જેને કારણે નાગપુર વિધાનસભા ખાતે વીજળી પણ ગુલ થઈ છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે.. પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર નાગપુર ખાતે પણ આયોજિત થાય છે.

Related posts

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

વડોદરા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત, વધુ એક ધારાસભ્યની નારાજગી આવી સામે

Mansi Patel

ટ્રંપનાં આગમન પહેલાં રૂપાણી સરકારની મોટી રાહત, આ આંદોલન સમેટાઈ ગયુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!