GSTV

ભાજપ અને કોંગ્રેસ માટે સૌથી મોટી સમસ્યા ધોમધખતો તાપ, જાણો કેમ ?

ગુજરાતમાં 23 એપ્રિલે એટલે કે 15 દિવસ બાદ 26 બેઠક ઉપર મતદાન થવાનું છે. એપ્રિલ મહિનામાં જ ગરમીનો પારો ઊંચકાયો છે. તે જોતા 23મીએ ગરમી વધુ હોવાની સંભાવના જોતા ત્રાહિમામ ગરમીને કારણે મતદાન પર અસર થવાની શક્યતા હોવાથી રાજકીય પક્ષોને ઓછા મતદાનની ચિંતા થઈ રહી છે.

જોકે 2014ની લોકસભાની ચૂંટણીની જેમ આ વખતે પણ મતદારો વધુ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિના પ્રયાસો થઈ રહ્યા છે. વડોદરાની વાત કરીએ તો 30 એપ્રિલ 2014માં વડોદરામાં 42 ડિગ્રીથી વધુ તાપમાન હતું અને સખત ગરમી હતી. આમ છતાં વડોદરામાં 70 ટકાથી વધુ મતદાન થયું હતું. જોકે તે વખતે નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી લડતા હતા.

2014ની 30મી એપ્રિલ પહેલા જ ત્રણ દિવસથી સખત તાપ હતો અને હિટ વેવની આગાહી હતી. જેથી તડકો તાપ અને લૂના ડરથી મતદારો મતદાન કરવાનો નીકળે તો શું થશે તેની ચિંતા ઉમેદવારોની હતી. જોકે મતદાન ખાસ્સું એવું ઊંચું રહ્યું હતું. હાલ વડોદરામાં ગરમી 41 ડિગ્રીની આસપાસ છે એટલે 23મીએ 42 ડિગ્રી જેટલી ગરમી હોવાની શક્યતા છે. તે જોતા સખત અને કાળઝાળ ગરમીની મતદાન પર અસર થશે તેવી સંભાવના જોવાઈ રહી છે.

જોકે ગઈ ચૂંટણીમાં આકરી ગરમીને ધ્યાનમાં રાખીને મતદાનનો સમય સવારે સાતથી સાંજના 6 સુધી રાખ્યો હતો. આ વખતે પણ મતદાનનો આ જ સમય છે. સામાન્ય રીતે ભાજપ દ્વારા સવારે ત્રણ કલાક અને સાંજે એક કલાક સૌથી વધુ મતદાન થાય તેવી વ્યૂહરચના ગોઠવવામાં આવે છે, કારણકે બપોરે મતદાનની ગતિ ધીમી પડી જાય છે. 2014માં પંચમહાલમાં 58%, દાહોદમાં 63 ટકા, છોટાઉદેપુરમાં 71% અને ભરૂચમાં 74 ટકા મતદાન થયું હતું. રાજકીય પક્ષો આ વખતે પણ મતદાન સારું એવું થાય તેવા અંદાજ રાખે છે.

READ ALSO

Related posts

ફિટ ઈન્ડિયા ક્વીઝ: KBC માફક મોદી સરકાર લાવી રહી છે વિદ્યાર્થીઓ માટે આ ક્વીઝ, જીતનારા વિદ્યાર્થીને મળશે 3 કરોડનું ઈનામ

Pravin Makwana

ટ્રીક/ WhatsApp પર આજે જ બદલી નાખો એક સેટિંગ, ફાલતુ ગ્રુપમાં કોઈ કરી નહિ શકે એડ

Damini Patel

ઓલંપિક રેસ દરમિયાન દોડતા સમયે પડી ગઈ મહિલા એથ્લેટ, બધા આગળ નીકળી ગયા પરંતુ હિંમત ના હારતાં જીતી લીધી રેસ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!