કોવિડ-19 પર કરવામાં આવેલા તાજેતરના અભ્યાસ અનુસાર લાંબા સમય સુધી કોવિડ સંક્રમણના કારણે અમુક લોકોમાં પ્રોસોપેગ્નોસિયા થઈ શકે છે, જેને સામાન્ય રીતે ‘ફેસ બ્લાઈન્ડનેસ’ તરીકે ઓળખવામાં આવે છે. નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર એન્ડ સ્ટ્રોકે ફેસ બ્લાઈન્ડનેસને ચેહરાને ઓળખવામાં અસમર્થતાવાળા ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર તરીકે ઓળખ કરી છે. એક સ્ટડી અનુસાર કોવિડના લક્ષણો બાદ અમુક લોકોને ચહેરાને ઓળખવામાં અને નેવિગેશન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આ અભ્યાસ 28 વર્ષીય એની નામની મહિલા પર કેન્દ્રિત હતો જે માર્ચ 2020માં કોવિડ સંક્રમિત થઈ હતી. અગાઉ એનીને ચહેરા ઓળખવામાં કોઈ તકલીફ પડતી નહોતી પરંતુ વાયરસના સંપર્કમાં આવ્યાના બે મહિના બાદ તેને પોતાના પરિવારના નજીકના સભ્યોને પણ ઓળખવામાં મુશ્કેલી અનુભવાઈ. એક કિસ્સો શેર કરતા એનીએ જણાવ્યુ કે જ્યારે તે એક રેસ્ટોરન્ટ નજીકથી પસાર થતી હતી ત્યારે તે પોતાના પિતાને પણ ઓળખી ના શકી. ત્યારે તેને એવુ લાગ્યુ કે જાણે તેના પિતાનો અવાજ કોઈક અજાણ્યા ચહેરામાંથી આવી રહ્યો છે. તેણે સંશોધનકર્તાઓને જણાવ્યુ કે હવે તે ઓળખ માટે લોકોના અવાજ પર નિર્ભર કરે છે. એનીને કોવિડ સંક્રમણ બાદ નેવિગેશનલ ડેફિસિટની પણ સમસ્યા થઈ. હવે તે એક કરિયાણાની દુકાન દ્વારા પોતાનો માર્ગ શોધવાનો પ્રયત્ન કરે છે.

સંશોધનકર્તાઓએ લોન્ગ કોવિડ ધરાવતા 54 લોકોની પ્રતિક્રિયા લીધી તો તેમણે જાણ્યુ કે તેમાંથી મોટાભાગનાએ દ્રશ્ય ઓળખ અને નેવિગેશન ક્ષમતાઓ સાથેની સમસ્યાઓ વિશે જણાવ્યુ. સ્ટડીમાં સંશોધનકર્તાઓએ લખ્યુ કે એનીના પરિણામ જણાવે છે કે કોવિડ-19, ગંભીર ન્યૂરોસાઈકોલોજિકલ સમસ્યાઓ પેદા કરી શકે છે અને એવુ જાણવા મળે છે કે ઉચ્ચ-સ્તરની દૃષ્ટિની ક્ષતિઓ લાંબા સમય સુધી કોવિડની સમસ્યાથી ઝઝૂમતા લોકો અસાધારણ નથી.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો