કયાર વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તે પહેલાં વધુ જોશભેર ત્રાટકી શકે તેવો વરતારો વેધશાળાએ વ્યક્ત કર્યો છે. પરિણામે આજે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ, રત્નાગિરી, ગોવા, કર્ણાટકમાં દરિયો ભારે તોફાની થવાની શક્યતા વર્તાવવામાં આવી રહી છે.

આ સાથે જ ભારેથી અતિભારે વરસાદ ત્રાટકવાની સંભાવનાને પરિણામે માછીમારોને 29 ઓક્ટોબર સુધી અરબી સમુદ્ર અને 28થી 31થી ઓક્ટોબર સુધી મધ્ય પશ્ચિમી અરબી સમુદ્રમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.વાવાઝોડાને પરિણામે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આ વાતને ધ્યાનમાં રાખી કોંકણ તેમજ ગોવા અને કર્ણાટકમાં સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓને સાબદા કરી દીધા છે.

શનિવારે કર્ણાટકમાં રેડ એલર્ટ જારી કરી અમુક વિસ્તારોની સ્કૂલ કોલેજોએ રજા આપી દીધી હતી. આજે રવિવારે ઘણા વિસ્તારમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદ અને દરિયો તોફાની થવાની શક્યતાને ધ્યાનમાં રાખી કોસ્ટ ગાર્ડે તેના સર્ચ એન્ડ રેસક્યુ ઓપરેશનની તીવ્રતા વધારી દીધી છે.

આ ઉપરાંત કોસ્ટ ગાર્ડે વધારાના 10 જહાજ, ચાર ડોર્નિયર વિમાન અને બે ચેતક હેલિકોપ્ટરને કટોકટીની પળોમાં પહોંચી વળવા તૈયાર રાખ્યા છે. કોસ્ટ ગાર્ડે મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં 2100 જેટલી બોટોને એસ્કોર્ટ કરી સલામત સ્થળે પહોંચાડી છે.વાવાઝોડાની હળવી અસર મુંબઈ અને આસપાસના વિસ્તારમાં પણ જોવા મળશે અને છુટાછવાયા ઝાપટા પણ પડી શકે છે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ