GSTV
Home » News » તુવેર કૌભાંડમાં નવો ખુલાસો થાય તેવી શક્યતા, RTI અરજીમાં ફરિયાદી મામલતદાર સામે શંકાની સોય

તુવેર કૌભાંડમાં નવો ખુલાસો થાય તેવી શક્યતા, RTI અરજીમાં ફરિયાદી મામલતદાર સામે શંકાની સોય

કેશોદમાં તુવેરની ખરીદીના કૌભાંડમાં કેટલાક નવા ફણગા ફૂટી શકે છે. આ સમગ્ર કૌભાંડને ઉજાગર કરનાર ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદ રિબડીયાની રૂબરૂમાં પુરવઠા નિગમની કચેરીએ વિવિધ સત્તર મુદ્દાઓને લઇ આર.ટી.આઈ હેઠળ માહિતી માંગી છે. હવે આ માહિતીમાં શું બહાર આવે છે તે મહત્વનું બની રહેશે.

પહેલા મગફળી અને હવે તુવેરે રાજ્ય સરકાર માટે તકલીફ સર્જી છે. કેશોદના ગોડાઉનમાંથી પકડાયેલી ટેકાના ભાવની સડેલી તુવેરમાં લાખો રૂપિયાનું કાંડ થયું હોવાના હોબાળા બાદ તંત્રએ તો હાલમાં પોલીસ ફરિયાદ કરી 3 લોકોને સસ્પેન્ડ કરી તપાસ ચાલુ છે તેવી વાત કરી છે. પરંતુ સમગ્ર કૌભાંડને ઉજાગર કરનાર ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ધારાસભ્ય હર્ષદ રિબડીયાની રૂબરૂમાં પુરવઠા નિગમની કચેરીએ વિવિધ સત્તર મુદ્દાઓને લઇ આર.ટી.આઈ હેઠળ માહિતી માંગી છે.

જે આરટીઆઇ અરજીમાં તુવેરની ખરીદી થઈ ગયા બાદ તેના બારદાનના સીલીંગ તોડી તુવેરને ચોખ્ખી કરવાનો આદેશ કોણે આપ્યો હતો શા માટે આપ્યો હતો જેવા વિવિધ મુદ્દાઓને લઇને માહિતી માગવામાં આવી છે.

ખેડૂત હિત રક્ષક સમિતીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે કેશોદના તુવેરકાંડમાં ફરિયાદ કરનાર પુરવઠા નિગમના મામલતદાર એન.કે.મોરી પોતે જ આ કૌભાંડમાં સામેલ છે જેથી આરોપીને જ ફરિયાદી બનાવી આ કૌભાંડને દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. બીજી તરફ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ આક્ષેપ કર્યો છે કે, આ કૌભાંડ નાની માછલી નહીં મોટા મગર મચ્છોની સંડોવણી વિના શક્ય નથી. જેથી તુવેરકાંડની તલસ્પર્શી તપાસ જરૂરી છે. ત્યારે હવે જોવાનું મહત્વનું બની રહેશે કે તુવેરકાંડની તપાસમાં હાલમાં થયેલી આરટીઆઇમાં કેવી અને કેટલી હકિકત સામે આવે છે.

READ ALSO

Related posts

વડોદરામાં થઈ શોલેવાળી, યુવક ચઢ્યો પાણીની ટાંકી પર, પછી થયું કઈક આવું…

Nilesh Jethva

જયંતી ભાનુશાળી હત્યા કેસમાં ગુજરાત એટીએસને મળી વધુ એક સફળતા, આ વ્યક્તિની કરી ધરપકડ

Nilesh Jethva

ખાતર કૌભાંડ બાદ સરકારે બિયારણની ખરીદીમાં ખેડૂતો ન છેતરાય માટે જાહેર કરી આ માર્ગદર્શિકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!