GSTV

અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા મોદીની લગોલગ, જનતા હજુ પાંચ વર્ષ માટે CM તરીકે જોવા માંગે છે

Last Updated on January 5, 2019 by

દિલ્હીમાં આમ આદમી પાર્ટીનાં નેતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતામાં વધારો થતો જોવા મળ્યો છે. ઇન્ડિયા ટૂડેનાં પોલિટીકલ સ્ટોક એક્સચેન્જ દ્રારા હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર, દિલ્હીનાં લોકોમાં અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા વધી છે અને તેમના શાસનથી લોકો ખુશ છે. આ સર્વેમાં 49 ટકા ઉત્તરદાતાઓએ આમ આદમી પાર્ટીનાં અરવિંદ કેજરીવાલને ટેકો આપ્યો હતો. આ પહેલા ઓક્ટોબરમાં આ જ પ્રકારનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં 47 ટકા લોકોએ તેમને ટેકો આપ્યો હતો.

આનો મતલબ, એવો થયો કે, તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં 49 ટકા લોકોએ ટેકો આપતા તેમની લોકપ્રિયતામાં બે ટકાનો વધારો જોવા મળ્યો છે. દિલ્હીનાં નવા મુખ્યમંત્રી કોણ હોવા જોઇએ એ સવાલનાં જવાબમાં 14 ટકા લોકોએ ભારતીય જનતા પાર્ટીનાં મનોજ તિવારીને ટેકો આપ્યો. પણ મોટાભાગનાં લોકોએ અરવિંદ કેજરીવાલને જ ટેકો આપ્યો અને દિલ્હીનાં લોકો તેમને જ હવે પછીનાં મુખ્યમંત્રી જોવા ઇચ્છે છે.

જો કે, તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભલે ભાજપની હાર થઇ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકપ્રિયતામાં દિલ્હીમાં ઘટાડો નોંધયો નથી. લોકો હજુ પણ તેમને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છે છે. 49 ટકા લોકોએ કહ્યું કે, હવે પછીની ચૂંટણીમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જ હોવા જોઇએ. જ્યારે 40 ટકા લોકોએ કહ્યુ કે, 40 ટકા લોકો રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છે છે. ત્રીજા નંબરે લોકો અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છે છે.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!