GSTV
Home » News » અમેઠીમાં જઈને આ નેતા બોલ્યાં, કે નામદારોને ગરીબનો દીકરો પીએમ બન્યો એ ગમતું નથી

અમેઠીમાં જઈને આ નેતા બોલ્યાં, કે નામદારોને ગરીબનો દીકરો પીએમ બન્યો એ ગમતું નથી

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ રવિવારના રોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આડે હાથ લેતા કહ્યું કે 15 વર્ષથી અમેઠીના સાંસદે ક્યારેય સંસદમાં અહીંની સમસ્યા ઉઠાવી નહીં. જે નામદારોએ અહીં 55 વર્ષ રાજ કર્યું તેમણે ક્યારેય અમેઠીના વિકાસ અને અહીંના ખેડૂતો માટે વિચાર્યું નથી. દેશની મોદી અને યુપીની યોગી સરકારના પ્રયત્નોનું પરિણામ છે કે જાહેરાત કર્યાના 23 દિવસમાં ખેડૂતોના સન્માન ફંડ અંતર્ગત અમેઠીના 3 લાખ 80 હજાર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાનો લાભ મળશે.

રાહુલ ગાંધી જે છેલ્લા 15 વર્ષથી અમેઠીના સાંસદ છે, તેમણે ક્યારે અમેઠીની સમસ્યાને સંસદમાં ઉઠાવી નથી. આવા નામદાર લોકોએ ફક્ત અમેઠીના લોકો અને ગરીબો સાથે છેતરપિંડી કરી છે જ્યારે આ જનતાના મતની તાકાત પર જ તેઓ સંસદ પહોંચતા રહ્યાં છે. સ્મૃતિએ ગૌરીગંજના જવાહર નવોદય વિધ્યાલયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો શુભારંભ કરવતા આગામી ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચંડ બહુમતી માટે અપીલ કરી હતી અને અમેઠીમાં ભાજપની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામ ગણાવ્યાં.

Related posts

અયોધ્યા કેસ ફરી સુપ્રીમ પહોંચ્યો, પીસ પાર્ટીએ દાખલ કરી ક્યૂરેટિવ પિટીશન

Bansari

ઓ બાપ રે… પતિએ સેક્સ માટે ઓનલાઇન બોલાવી કોલગર્લ, સામે આવી તો નીકળી પત્ની

Karan

આ દિવસથી દેશભરમાં લાગુ થશે ‘વન નેશન વન રાશન કાર્ડ’ યોજના, રામવિલાસ પાસવાને કરી ઘોષણા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!