GSTV

વાર્યા નહીં, હાર્યા વળ્યા/ રસી નહીં લીધી હોય તે જે વેપારીની દુકાન પોલીસ બંધ નહીં કરાવે, ચેકિંગ પણ નહીં: મળી આ છૂટ

રસી

Last Updated on July 31, 2021 by Bansari

કોરોના પ્રતિરોધક રસી તા. 31 જુલાઈ સુધીમાં નહીં મૂકાવનાર વેપારીઓના દુકાન-ધંધા તા. 1થી બંધ કરાવાશે એવી પોલીસ અને તંત્રની દમદાટીથી વ્યાપારી વર્ગે રસી લઈ લેવા ખાસ્સી દોડધામ કરવી પડી અને ડોઝની ઓછી ફાળવણીને લીધે એકથી બીજા કેન્દ્રના ધક્કા પણ ખાવા પડયા એ પછી હવે મુદત પૂરી થવાના આગલા દિવસે જ એ દુરાગ્રહ પડતો મૂકાયો છે. નિયમમાં આવી છૂટછાટ અને એ છેલ્લી ઘડીએ અપાઈ તેનાથી રાજકોટના વેપારી વર્ગમાં રોષ અને રાહતની મિશ્ર લાગણી વ્યાપી છે.

રસી

સરકાર ડોઝ પૂરા ન પાડી શકી

સરકાર જરૂરતની સાપેક્ષ અલ્પ માત્રામાં જ ડોઝ સપ્લાય કરી શકતી હોવા છતાં આમ આદમીને કડક નિયમોની ધમકી અપાતી હતી એ સામે રાજકોટમાં ઘૂંઘવાટ પ્રવર્તી રહ્યો હતો. વ્યાપારી વર્ગ, સુપર સ્પ્રેડર્સ એવા ફેરિયા – દૂકાનદારો વગેરેને ફરજિયાત વેક્સિનેશન માટેની અગાઉની મુદ્ત તા. 10 બાદ પાછી ઠેલીને તા. 20 અને છેલ્લે તા. 31 જુલાઈ કરવામાં આવી છતાં ત્યાં સુધીમાં તમામ વેપારીઓનું વેક્સિનેશન થઈ શકે એમ હતું જ નહીં. રાજકોટના વેપારી સંગઠનોએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છતાં શાસકો ટસના મસ થતા ન્હોતા.

અંતે, આજે શહેર પોલીસે બહાર પાડેલા જાહેરનામામાં સરકારની વણલિખિત સૂચના પ્રદર્શિત થતી હોય તેમ તા. 31 જુલાઈનો ઉલ્લેખ બાકાત કરી દેવાયો છે. એટલું જ નહીં હવે એમ પણ જાહેર કરાયું છે કે કોઈ દુકાનદાર – ફેરિયા વગેરેએ રસી નહીં લીધી હોય તો તેના વેપાર – ધંધા પોલીસ બંધ નહીં કરાવે, બલ્કે એને લગતું કોઈ ચેકિંગ પણ કરવામાં નહીં આવે! આને લઈને વેપારીઓમાં એવી ચર્ચા વ્યાપી છે કે, તંત્રએ આ મમત પડતી મૂકી એ ઠીક જ થયું પરંતુ છેવટે આમ જ કરવું હતું તો હજારો લોકોને મહિનો દહાડો ધાકધમકી આપીને હેરાન શા માટે કરાયા?

રસી

આ બાબતે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે એવી પ્રતિક્રિયા આપી, કે ‘એક તો ૮૦થી ૯૦ ટકા વેક્સિનેશન થઈ ચુકયું છે એટલે બાકીના ૫-૧૦ ટકા વેપારીઓ શોધી કાઢવા તમામે તમામને ત્યાં પૂછતાછ કરાવવી એ હેરાનગતિ જેવું ગણાયું હોત. ઉપરાંત, ત્રણ મુદ્ત દરમિયાન પોલીસે અનેક સુપર સ્પ્રેડર્સનું પણ વેક્સિનેશન કરાવી લીધું છે તેમજ કોવિડ કેસોની સંખ્યા પણ હવે નહિવત છે.’ જો કે, જાહેરનામાંમાં હજુ પણ વેપારીઓએ ફરજિયાત રસી લઈ લેવી પડશે એવો ઉલ્લેખ તો છે જ. આ વિશે પોલીસ કમિશ્નરનું કહેવું છે કે રસી તો મૂકાવી દેવી જ જોઈએ, પરંતુ તા. 31પછી’ય આ મામલે પોલીસનું કોઈ દબાણ નહીં હોય.

મોડેથી CPએ ફેરવી તોળ્યું ‘હવે મુદત નહીં વધે’ !

રાજકોટ : જાહેરનામું બહાર પાડીને મીડિયા સાથે વિગતવાર વાત પણ કર્યા બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાતે ફેરવી તોળ્યું કે ‘વેપારીઓને રસી માટે હવે બીજી કોઇ મુદ્ત નહી મળે’ તો શું રસી નહીં લીધી હોય તેની દુકાન બંધ કરાવશે ? તેવા પ્રશ્નનો પણ ગોળગોળ જવાબ આપતાં તેમણે કહ્યું કે, એમને સમજાવીને રસી અપાવી દેવા કોશીશ કરીશું, હાલ મોટા ભાગના નાગરિકોએ રસી લઇ લીધી છે તેમ માનીએ છીએ !

Read Also

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર, સુરત જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો એક્શન પ્લાન

Pritesh Mehta

100 દિવસ સેવા સંકલ્પ / AMCએ શરૂ કરી જોરદાર સ્કીમ, વગર સિક્યોરિટીએ વેન્ડરોને મળશે લોન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!