વાપીના ઓવરબ્રિજ પર પોલીસની ટીમ પર બુટલેગરોએ હુમલો કર્યો છે. પોલીસ દ્વારા દારૂ ભરેલા વાહનને અટકાવવાનો પ્રયાસ થતા બુટલેગર PSI પર ગાડી ચલાવીને તેને કચડી નાખવાનો પ્રયાસ કર્યો છે. આ હુમલામાં PSI ઘાયલ થયા હતા. જો કે આ ઘટનામાં પોલીસે એક કાર અને એક બુટલેગરને ઝડપી પાડ્યો છે. કારમાંથી દમણની બનાવટનો રૂપિયા 75 હજારનો દારૂ મળ્યો છે.
સુરતના બુટલેગર ભીખો ઉર્ફે દિવ્યેશે દારૂ મંગાવ્યો હોવાનું કહેવાયા છે. ઝડપાયેલો બુટલેગર સાગર સુરતના ડિંડોલીનો રહેવાસી છે. તો ફરાર બંને આરોપી પણ સુરતના છે.