GSTV

પોલીસે આવી કહાની સાંભળી પણ નહીં હોઈ: પત્નીની હત્યા, RJનો પ્રેમી, 15 વર્ષથી ફરાર

Last Updated on October 25, 2018 by

આરોપી ગમે તેવો શાતિર હોય. એકના એક દિવસ કાનૂનના સકંજામાં સપડાઇ જ જતો હોય છે. આવો જ એક હત્યાનો આરોપી જે છેલ્લા 15 વર્ષથી ફરાર હતો. પરંતુ પોલીસની અવિરત તપાસ બાદ અમદાવાદ ક્રાઇમબ્રાંચ આરોપી તરૂણ સુધી પહોંચી જ ગઇ છે. પોલીસને માત્ર શંકા હોવાથી આરોપી તરૂણની ધરપકડ ન કરી. અને જ્યારે ધરપકડ કરી ત્યારે ચબરાક તરૂણ પોલીસને ચકમો આપીને છૂમંતર થઇ ગયો હતો.

અમદાવાદના બોપલ વિસ્તારના ભવ્ય પાર્કમાં આવેલા હિરા પન્ના ફલેટમાં સજની નામની ખ્રિસ્તી પરિણીતાની હત્યા થઇ હતી. તેનો પતિ તરૂણ એક રેડિયો જોકીના પ્રેમમાં હતો. જેને પામવા તરૂણે પત્ની સજનીનું ગળું દબાવીને હત્યા કરી હતી.

પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે પોલીસ સામે નિર્દોષ હોવાનો ડ્રામા કરતો તરૂણ. જ્યારે પોલીસ તેને પકડવા આવી ત્યારે તબિયત ખરાબ હોવાનું બહાનું કરીને હોસ્પિટલમાં દાખલ થયો હતો. જે બાદ હોસ્પિટલથી ભેદી સંજોગોમાં ગાયબ થયા બાદ 15 વર્ષ સુધી તરૂણ ક્યાં છે તે વાતની જાણ કોઇને ન હતી.


હોસ્પિટલ બહાર પહેરો હોવા છતા ગાયબ થયેલા તરૂણે પોલીસની આબરૂ લીધી હતી. જેથી પોલીસે પણ આ કેસની ફાઇલને બંધ ન કરી 15 વર્ષે પણ તપાસ ચાલુ જ રાખી હતી. પોલીસે તરૂણના એક સંબંધીના ફોનને સર્વેલન્સમાં રાખ્યો હતો. જેમાં પોલીસની તપાસના તાર બેંગાલુરુ સુધી પહોંચ્યા અને 15 વર્ષે નામ બદલીને નવા લગ્ન કરીને 2 સંતાનો સાથે રહેતા તરૂણને ક્રાઇમબ્રાંચ ઉઠાવી લાવી.

પોલીસ માટે કોયડો બની ગયેલી આ હત્યા કેસનો ભેદ આખરે ઉકેલાઇ ગયો છે. તરૂણ બેંગાલુરુમાં ઓરેકલ કંપનીમાં નામ બદલીને કામ કરવા લાગ્યો હતો. બીજા લગ્ન કરીને પત્ની અને 2 સંતાનો સાથે રહેતો હતો.

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!