અમદાવાદના છારાનગરમાં બુટલેગરો સામે કડક કાર્યવાહી બાદ પોલીસે ગોમતીપુર વિસ્તારમાં બુટલેગરોને ત્યાં દરોડા પાડ્યાં છે. ગોમતીપુરમાં પોલીસે પ્રોહિબિશનની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ચાર ટીમ બનાવી છે. અને આ કાર્યવાહી 10 દિવસ સુધી ચાલશે. ગોમતીપુરમાં પણ અનેક જગ્યાએ દેશી-વિદેશી દારુના અડ્ડા ધમધમી રહ્યાં છે. ત્યારે પોલીસની કાર્યવાહીથી અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.