GSTV
Gujarat Government Advertisement

POKને લઈને પાકિસ્તાને શરૂ કરી ગંદી રાજનીતિ, વિરોધ પ્રદર્શન શરૂ

Last Updated on December 19, 2019 by

પાકિસ્તાને પોતાના કબ્જા હેઠળના કાશ્મીર એટલે કે POKને પોતાના પંજાબ પ્રાંતમાં ભેળવી દેવાનુ નાપાક કાવતરુ ઘડી રહ્યુ છે. જેનાથી આ વિસ્તારમાં તનાવ વધે તેવા સંકેત મળી રહ્યા છે. પાકિસ્તાન POKને અત્યાર સુધી આઝાદ કાશ્મીર ગણાવતુ રહ્યુ છે પણ હવે પાકિસ્તાને તેનુ નામ બદલીને જમ્મુ કાશ્મીર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કરી દીધુ છે. પાકિસ્તાને સાથે સાથે અફઘાનીસ્તાન સાથે પશ્ચિમ સરહદે ચાલી રહેલા સરહદના વિવાદ વચ્ચે ફેન્સિંગ કરવાનુ પણ ચાલી રહ્યુ છે.

જોકે ઈમરાનખાન સરકારની આ હરકત સામે POKમાં જ લોકોએ વિરોધ શરુ કરી દીધો છે. POKના એક્ટિવિસ્ટ નાસિર અજીજ ખાને કહ્યુ છે તે, ઈમરાનખાન સરકાર ગેરકાયદેસર રીતે કાશ્મીરને પંજાબ પ્રાંતમાં ભેળવવાની કોશિશ કરી રહી છે. 11 ડિસેમ્બરે સરકાર તરફથી નામ બદલવાનો આદેશ અપાયો હતો. જેમાં POKના કહેવાતા પીએમ ફારુખ ખાને કહ્યુ હતુ કે, હું કદાચ POKનો આખરી પીએમ છું.

નાસિર અઝીઝે કહ્યુ હતુ કે, પાકિસ્તાન સરકારે ફારુખ ખાનને આપેલા સંદેશા બાદ તેમણે આ પ્રકારનુ નિવેદન આપ્યુ છે. માત્ર POK જનહી પણ ગિલગિટ અને બાલ્ટિસ્તાન માટે પણ પાકિસ્તાનનો મેલો ઈરાદો છે. તેમણે આગળ કહ્યુ હતુ કે, સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ પ્રમાણે પાકિસ્તાને આ વિસ્તારમાંથી હટી જવાનુ હતુ પણ પાકિસ્તાને આ પ્રસ્તાવનુ પાલન કર્યુ નથી. અહીંયા પાક સરકાર અત્યાચારો પણ કરી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભાજપના વિરોધ પર સંજય રાઉતનું નિવેદન, અમે પ્રમાણિત ગુંડા છીએ, કોઇ સર્ટિફિકેટની જરુર નથી

Damini Patel

કોરોના સંકટ છતા આ વર્ષે 96 હજાર લોકોને નોકરી આપશે દેશની ટોચની પાંચ IT કંપનીઓ, Nasscomનો સૌથી મોટો દાવો

pratik shah

ખુશખબર/ ખાદ્ય તેલના ભાવ થશે હજુ સસ્તા, સરકારે લીધો મોટો નિર્ણય

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!