GSTV

7th Pay Commission / મળી શકે છે સારા સમાચાર, 18 મહિનાના DR બઢતી બાબતે પીએમ લેશે નિર્ણય

Last Updated on September 13, 2021 by Bansari

કેન્દ્રીય કર્મચારીઓને હાલ 28 ટકા ભથ્થુ મળવાનુ શરુ થઇ ચૂક્યુ છે પરંતુ, તેમના 18 મહિનાના એરીયરના સંદર્ભમાં તેમની અપેક્ષાઓ પૂરી થઈ શકી નથી .જ્યારે સરકારે મોંઘવારી ભથ્થા અંગે જાહેરાત કરી હતી ત્યારે તેણે કહ્યું હતું કે, તેમને માત્ર વધેલ મોંઘવારી ભથ્થું જ મળશે સરકારે એરીયર્સ બાબતે ઇનકાર કર્યો હતો.

હવે પીએમ મોદી એરીયર્સ નક્કી કરશે :

હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે, 18 મહિનાના એરિયર્સનો મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો છે. હવે પીએમ મોદી એરીયર્સ અંગે નિર્ણય કરશે.આ સાથે કેન્દ્રીય કર્મચારીઓની બાકી રકમ અંગેની આશા ફરી એકવાર જીવંત થઇ હોય તેવું લાગી રહ્યું છે. જો પીએમ મોદી 18 મહિનાના એરિયર્સને લીલી ઝંડી આપે તો લગભગ 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં મોટી રકમ આવશે. હાલમાં, કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 28% થયું છે. 48 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનરોને આનો લાભ મળી રહ્યો છે.

DR

પીએમ મોદી તરફથી પેન્શનરોનો પત્ર :

ઈન્ડિયન પેન્શનર્સ ફોરમે પીએમ મોદીને ડીએ અને ડીઆરના બાકીના ચુકવણી અંગે પત્ર લખ્યો છે .BMS એ આ મામલે PM મોદીને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. BMS એ અપીલ કરી છે કે, તમે નાણાં મંત્રાલયને 1 જાન્યુઆરી, 2020 થી લઈને 30 જૂન, 2021ની વચ્ચે રોકાયેલા DA અથવા DR ના એરીયર્સ વહેલામાં વહેલી તકે રજૂ કરવા સૂચના આપો. અમે આ બાબતે તાત્કાલિક પગલાં લેવા માટે તમારા ખુબ જ આભારી રહીશું .પેન્શનરો દલીલ કરે છે કે, જે સમયગાળા દરમિયાન DA/DR બંધ કરવામાં આવ્યો હતો તે સમયે છૂટક ફુગાવો વધ્યો છે અને પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ અને કઠોળના ભાવ આસમાનની ઊંચાઈએ પહોંચ્યા છે.

18 મહિનાના એરિયર્સ અંગે કોઈ નિર્ણય નથી :

તમને જણાવી દઈએ કે, નાણામંત્રાલયે કોવિડ -19 રોગચાળાને કારણે મે-2020 થી 30 જૂન 2021 સુધી DA નો વધારો રોક્યો હતો.તેને 1 જુલાઈ, 2021થી પુન:સ્થાપિત કરવામાં આવી છે.ત્યારથી મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. આમાં જાન્યુઆરી 2020, જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021 માટે કુલ 11 ટકા DA જારી કરવામાં આવ્યા છે. જો કે, આ 18 મહિના માટે મોંઘવારી ભથ્થાની બાકી રકમ આપવામાં આવી ન હતી.ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં એક લેખિત નિવેદનમાં નાણાં રાજ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, બાકી રકમ આપવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

DR

પેન્શનરો માટે યોગ્ય નિર્ણય નથી :

18 મહિના દરમિયાન, ખર્ચ ખૂબ ઝડપથી વધ્યો છે. આવી સ્થિતિમાં આ સમયગાળા માટે નાણાં રોકીને રાખવા એ કર્મચારીઓ અને પેન્શનરોના હિતમાં નથી. આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોટાભાગના પેન્શનરોને વૃદ્ધાવસ્થાના સમયકાળ દરમિયાન દવા માટે પૈસાની જરૂર પડે છે.

આ ઉપરાંત, કોવિડ -19 કટોકટીને કારણે, મોટાભાગના પેન્શનરોની આવક એટલી છે કે, તે માત્ર પોતાનું પેટ ભરી શકે છે. BMS એ જણાવ્યું કે, તેમાં કોઈ જ શંકા નથી કે, દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.મોટાભાગના પેન્શનરોએ પ્રધાનમંત્રી નાગરિક સહાય અને કટોકટી રાહત ફંડમાં એક દિવસનું પેન્શન આપ્યું છે. હવે જો તેમને જરૂર હોય તો સરકારે DA અથવા DR ચૂકવવું જોઈએ.

ALSO READ:

Related posts

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / જો તમે પણ છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચાહક અને ખરીદવા ઈચ્છો છો તેમના સાથે જોડાયેલી વસ્તુઓ તો બનો આ E-Auctionનો ભાગ…

Zainul Ansari

Diabetes : ડાયાબિટીસના દર્દીઓએ ક્યારેય અવગણવા ન જોઈએ આ 5 લક્ષણો, મોટી સમસ્યાની છે નિશાની

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!