વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જયપુર મહાખેલના સ્પર્ધકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં શરુ થયેલા ખેલ આયોજનો અને ખેલ મહાકુંભનો સિલસિલો એક મોટા પરિવર્તનનો પરિચાયક છે. રમતના મેદાનથી ક્યારેય કોઈ ખેલાડી ખાલી હાથ પાછો ફર્યો નથી.

રાજસ્થાનની ધરતી તો યુવાઓના જોશ અને સામર્થ્ય માટે વખણાય છે
પીએમ મોદીએ કહ્યું કે આજના આ સમારોહમાં એવા અનેક ચહેરા હાજર છે જેમણે રમતના ક્ષેત્રમાં દેશનું નામ રોશન કર્યું છે. ખેલાડીઓને સંબોધતા તેમણે કહ્યું કે રાજસ્થાનની ધરતી તો યુવાઓના જોશ અને સામર્થ્ય માટે વખણાય છે. ઈતિહાસ સાક્ષી છે કે આ વીર ધરાની સંતાનો રણભૂમિને તેના શૌર્યથી રમતનું મેદાન બનાવી દે છે. એટલા માટે ભૂતકાળથી લઇને આજ સુધી જ્યારે દેશની રક્ષાની વાત આવે છે ત્યારે રાજસ્થાનના યુવા આગળ હોય છે.
Also Read
- રામનવમી 2023: શુભ યોગમાં રામનવમી, આ રાશિના લોકોને મળશે ધનલાભની સારી તક
- મુસીબતનું માવઠું! ગુજરાતમાં બે દિવસ માવઠાની આગાહી, વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાશે
- દુનિયામાં સૌથી વધુ સોનુ(GOLD) કોણ ખરીદે છે અને શા માટે ? આવો જાણીએ
- ફિલિપાઈન્સ / 250 લોકોને લઈ જતી ફેરીમાં આગ લાગતા 12 જીવતા ભડથું, મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ
- Suhana Khan Agastya Nanda/ વાયરલ થયો ફલાઈંગ કિસનો વીડિયો, ચર્ચામાં આવ્યા સ્ટારકિડ્સ