GSTV

હવે રેલવે સ્ટેશનના દરવાજેથી જ મહેમાનને વિદાય આપી દેજો, પ્લેટફોર્મ ટિકિટમાં કરાયો છે અધધ વધારો

રેલવે

Last Updated on March 17, 2020 by

આજકાલમાં જો રેલવે સ્ટેશન પર કોઇ મહેમાનને મૂકવા જાવ તો રેલવે સ્ટેશનના દરવાજેથી જ મહેમાનને વિદાય આપી દેવી નહીં તો પ્લેટફોર્મ ટિકિટના 10 રૂપિયાને બદલે 50 રૂપિયા ચૂક્વવા પડશે. હાલમાં કોરોનાને લઇને રેલવે પ્લેટફોર્મ પર ભીડ ઘટે તે માટે પ્લેટફોર્મ ટિકિટના 50 રૂપિયા કરી દેવાય છે. તો છેલ્લા સાત દિવસમાં ટિકિટ કેન્સલ થતા વેસ્ટર્ન રેલવે વેસ્ટર્ન રેલવેની આવકમાં 37 ટકાનો ઘટાડો નોંધાયો છે.

  • કોરોનાનો કરંટ ખિસ્સા પર પણ ભારે
  • પ્લેટફોર્મ ટિકિટના ભાવ પાંચ ગણા વધારાયા
  • ૧૦ની ટિકિટ માટે ૫૦ ચૂકવવા પડશે

10 રૂપિયાની બદલે 50 રૂપિયા કરી નાખ્યા

દેશભરમાં કોરોનાને લઇને હાલમાં દહેશત છે જેથી જેટલી ભીડ ઓછી ભેગી થાય તે માટે બનતા તમામ પ્રયત્નો કરવામા આવી રહ્યા છે. હાલમાં કોરોનાની દહેશતના પગલે રેલવે વિભાગને પહેલેથી જ ફટકો લાગ્યો છે. ત્યારે હાલ તો રેલવે વિભાગે આ ખોટ ઓછી કરવા કહો કે લોકોના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા એક એવો નિર્ણય કર્યો છે જે નિર્ણય બાદ હવે ઘરે આવેલા અતિથીને રેલવે સ્ટેશને મૂકવા જતા યજમાન રેલવે સ્ટેશનના દરવાજેથી જ કહી દેશે કે હવે તમારી રીતે ટ્રેનમાં બેસી જજો. કેમકે રેલવે વિભાગે હાલમાં રેલવેની પ્લેટફોર્મ ટિકિટના 10 રૂપિયાની બદલે 50 રૂપિયા કરી નાખ્યા છે. જો કે રેલવે વિભાગે આ અંગે સ્પષ્ટતા કરી છે કે હાલમાં કોરોનાની દહેશતને પગલે રેલવે પ્લેટફોર્મ પર ભીડ ઓછી એકઠી થાય તે માટે હંગામી ધોરણે આ ભાવવધારો કરાયો છે..બાદમાં ફરી ભાવ ઘટાડી દેવાશે.

10 રૂપિયાની બદલે 50 રૂપિયા કરી નાખ્યા

જો કે હાલમાં રેલવે પ્લેટફોર્મની ટિકિટના પાંચ ગણા ભાવ વધી જતા પ્લેટફોર્મ પર આવતા લોકોમાં ચોક્કસપણે કચવાટ જોવા મળ્યો છે. ત્યારે જો વાત કરવામાં આવે વેસ્ટર્ન રેલવેને કોરોનાના કારણે પડેલા ફટકાની તો છેલ્લા સાત દિવસમાં વેસ્ટર્ન રેલવેની આવકમાં 37 ટકાનો ઘટાડો થઇ ગયો છે. ત્યારે હાલમાં કોરોનાને લઇને રેલવે સ્ટેશન પર સેનેટાઇઝ કરવાની કામગીરી પણ કરવામા આવી રહી છે. જો કે એકવાત ચોક્કસ છે કે રેલવે પ્લેટફોર્મ પર ભીડ ઓછી કરવા પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધારાનો આ નિર્ણય ચોક્કસપણે થોડા જ દિવસમાં રેલવે માટે મોટી આવક કરનારો પણ સાબિત થાય તો નવાઇની વાત નથી.

READ ALSO

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!