GSTV

Election / દાદરા નગર હવેલી લોકસભાની પેટાચૂંટણીને લઇ ચિત્ર સ્પષ્ટ, આ બેઠક પર પણ જામશે ચતુષ્કોણીય જંગ

dadra-nagar-haveli-election

Last Updated on October 14, 2021 by Dhruv Brahmbhatt

૩૦મી ઓકટોબરના રોજ દાદરા નગર હવેલીમાં લોકસભાની પેટાચૂંટણીને લઇ ચિત્ર સ્પષ્ટ થયું છે. આ બેઠક પણ ચતુષ્કોણીય જંગ થશે. રાજકીય પાર્ટીઓએ ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર તેજ કરી જીત માટે એડીચોટી જોર લગાવી રહ્યાં છે.

election result

દા.ન.હવેલીના સાંસદ મોહન ડેલકરના અપમુત્યુ બાદ ખાલી પડેલી બેઠક માટે યોજાનારી પેટાચૂંટણીમાં બુધવારે પત્રકો ખેંચવાના અંતિમ દિન બાદ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. આ બેઠક પર કુલ ૧૦ ઉમેદવારી પત્રકો ભરાયા હતા. જે પૈકી લોકજન શક્તિ પાર્ટીના ઉમદવાનું પત્રક રદ અને ૩ ડમી ઉમેદવાર મળી ૪ પત્રકો રદ કરાયા હતાં અને ૨ પત્રકો પરત ખેંચી લેવાયા હતાં.

શિવસેના અને ભારતીય ટ્રાયલબ પાર્ટીના ઉમેદવારને પાર્ટી સિમ્બોલ અંગે ચૂંટણી પંચની મંજૂરી નહીં

હવે તા.૩૦મીના રોજ યોજાનારી ચૂંટણીમાં ભાજપના મહેશ ગાવિત, કોંગ્રેસના મહેશ ધોડી, શિવસેનાના કલાબેન ડેલકર (માજી સાંસદ સ્વ. મોહન ડેલકરના પત્ની) અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગણેશ બાબલુભાઈ ભુજાડા વચ્ચે ચતુષ્કોણીય જંગ થશે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને જીતાડવા પ્રચારમાં લાગી ગયા છે અને એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.

ELECTION

ઉલ્લેખનીય છે કે, કલાબેન ડેલકરે શિવસેના અને અપક્ષમાંથી બે પત્રકો ભર્યા હતા. જો કે ચૂંટણીપંચ દ્વારા શિવસેનાના ચિન્હ અંગે કોઈ મંજુરી નહીં અપાતા કલાબેન ડેલકરને બેટસમેન (બલ્લેબાજ)નું ચિન્હ ફળવવામાં આવ્યું છે. જયારે ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગણેશ ભુજાડાને પણ પાર્ટીનું સિમ્બોવ ફળવાયું નથી, તેમને ઓટો રીક્ષા ચિન્હ ફાળવવામાં આવ્યું છે. આ ક્ષેત્રિય પાર્ટી હોવાથી તેમના પાર્ટીના સિમ્બોલ લેવા હોય તો ચૂંટણી પંચ સમક્ષ ફોર્મ ભરવાની પ્રક્રિયા છે. જે પ્રક્રિયા આ ઉમેદવારોએ નહીં કરતા તેમને પાર્ટીના સિમ્બોલ ફાળવવામાં આવ્યા નથી.

READ ALSO :

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!