દબાણ હટાવવા પહોંચેલી મનપાની ટીમને આ વ્યક્તિનો ફોન આવ્યો અને પાછી ફરી

એકબાજુ ભાવનગર મનપાના શાસક પક્ષ દ્વારા મનપાના અધિકારીઓને દબાણો હટાવવામાં માટે દબાણ કરવામાં આવે છે. ત્યારે બીજી બાજુ દબાણ હટાવવા માટે જ્યારે અધિકારીઓ સ્થળ પર જાય છે ત્યારે કોઈને કોઈ રાજકીય આગેવાનોના ફોન આવી જતા અધિકારીઓ વિલા મોઢે પરત આવતા હોય છે. આજે પણ કંઈક આવું જ બન્યું હતું, ભાવનગરની બે નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા કંસારા નાળાના દબાણો દૂર કરવા ગયેલ ટીમ વિલા મોઢે પરત ફરી હતી.

જો કે રાજકીય વગના હતી તેના દબાણો તોડી નાખતા અધિકારીઓ પર વહાલા-દવલાની નીતિ રાખતા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો હતો. કાળીયાબીડ વિસ્તારમાં સરદાર પટેલ સંકુલ અને જ્ઞાન મંજરીશાળા દ્વારા દબાણો કરી ગેરકાયદેસર પાકા બાંધકામો કરી નાખવામાં આવ્યા છે, ત્યારે આજે ભાવનગરના ટાઉન પ્લાનિંગ ઓફીસર, દબાણ હટાવ સેલની ટીમ મસમોટો પોલીસ કાફલો લઈને આ વિસ્તારના ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે દોડી ગયા હતા. જ્યાં એક રેસ્ટોરાંના માલિક દ્વારા મંજૂરી વિના ટોયલેટનું બાંધકામ કરી નાખવામાં આવ્યું હતું. જે બાંધકામ આકરા પાણીએ થયેલા ટીપીના અધિકારીએ તોડી પાડતા થોડા સમય માટે માહોલ ગરમાયો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter