GSTV
Home » News » વડોદરામાં ચા વેચનારા વ્યક્તિએ ભાજપ પાસે ટિકિટ માગી, નરેન્દ્ર મોદી સાથે છે ખાસ કનેક્શન

વડોદરામાં ચા વેચનારા વ્યક્તિએ ભાજપ પાસે ટિકિટ માગી, નરેન્દ્ર મોદી સાથે છે ખાસ કનેક્શન

લોકસભા ચૂંટણીને લઈને રાજનીતિક દળો પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી આજે 100 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે છે. ટિકિટના દાવેદારોનું પણ તોફાન આવી ગયું છે. હવે વડોદરાથી ચા વેચનારા એક વ્યક્તિએ ચૂંટણી લડવા માટે ભાજપ પાસે ટિકિટ માગી છે. આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014ની લોકસભા ચૂંટણી સમયે અડધા મત ચા વેચનાર પ્રધાનમંત્રી ન બની શકે કહી પોતાની તરફ ખેંચી ગયા હતા. ત્યારે હવે મોદીના જ ગુજરાતના એક ચા વેચનારા વ્યક્તિએ ભાજપમાંથી ટિકિટ માગતા કૌતુક સર્જાયું છે.

ચા વેચનારો આ વ્યક્તિ કોઈ સામાન્ય ચા નથી બનાવતો. કિરન મહિડા નામના આ વ્યક્તિએ 2014ની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વડોદરા સીટથી ઉમેદવારી દરમિયાન તેમના સમર્થક તરીકે સાઈન કરી હતી. હવે આ ચા વેચનારા વ્યક્તિએ લોકસભા ચૂંટણીમાં ટિકિટ માટે દાવેદારી રજૂ કરી છે.

મોદીનો હતો સમર્થક

લોકસભા ચૂંટણીને લઈને ભાજપમાં હાલ ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા સેન્સ ચાલી રહી છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે વડોદરાની પસંદગી સમિતિમાં કોઈ પણ વ્યક્તિ દાવેદારી રજૂ કરી શકે છે. આ એલાન બાદ વડોદરાના કિરન મહિડાએ પણ ટિકિટ માટે દાવેદારી નોંધવી દીધી છે.

2014ની લોકસભા ચૂંટણી સમયે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરાથી દાવેદારી નોંધાવી હતી ત્યારે તેમના સમર્થક તરીકે આવેદન પર સાઈન કરનારા કિરન મહિડા હતા. જો કે આ વખતે એ વસ્તુ સાફ નથી થઈ શકી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની ચૂંટણી વડોદરાથી લડશે કે નહીં. 2014માં મોદીએ વડોદરા સિવાય વારાણસીથી પણ ચૂંટણી લડી હતી. અને બંને સીટો પર જીત હાંસિલ કરી હતી.

ગુજરાતની પ્રદેશ બીજેપી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આજે અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. વડોદરામાં કોઈ પણ વ્યક્તિ પોતાની દાવેદારી નોંધાવી શકે છે. જણાવી દઈએ કે કિરન મહિડા વડોદરાની કોર્પોરેશન ઓફિસની સામે ચા વેચી દુકાન ચલાવે છે. એ પહેલા પણ પોતાની દાવેદારી દર્જ કરાવતા બીજેપી માટે ટિકિટ માટે પોતાનું નામ સૂચવી ચૂક્યો છે.

READ ALSO

Related posts

મગફળી બાદ તુવેર કૌભાંડની આશંકા, વીડિયો વાયરલ થતા સરકારની ઉંઘ હરામ

Riyaz Parmar

‘ત્રણ હાથ જમીન જોઈતી હોય તો વંદેમાતરમ ગાવું પડશે’: ગિરીરાજ સિંહ

Mansi Patel

એલર્ટ! ATMમાંથી પૈસા ઉપાડતી વખતે આ વસ્તુ જરૂર ચેક કરી લેજો, નહી તો આવશે રડવાનો વારો

Bansari