GSTV

રામ નામે મત માગતા બનાવટી ભક્તોને જનતાએ તમાચો માર્યો

Last Updated on December 11, 2018 by

પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની પરિણામ વચ્ચે કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી હતી. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ કે , જેઓ 50 વર્ષ સુધી રાજ કરવાની વાત કરતા હતા તેઓનો અહંકાર પ્રજાએ ઉતાર્યો છે. પૈસા અને ધમકી આપીને મત મેળવતી ભાજપને જનતાએ લાલ આંખ બતાવી છે.

રામ નામે મત માગતા બનાવટી ભક્તોને જનતાએ તમચો માર્યો છે. શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યુ કે, રામના નામે પથ્થર તરે પરંતુ ભાજપના કાર્યકર્તાઓ ન તરે.. નોટબંધી અને જીએસટીના કારણે ભાજપની હાર થઈ છે. કોંગ્રેસ પાંચ રાજ્યોમાં યોગ્ય મુદ્દાઓને લઇને લોકોની વચ્ચે ગઇ છે.  જેથી કોંગ્રેસની જીત થઈ છે.

દેશમાં 5 રાજ્યોમાં ભાજપને પછડાટ મળી છે. ક્લિન સફાયો થયો છે જેને પગલે મોદીએ આજે મૌની બાબાનું રૂપ ધારણ કરી લીધું છે. ભાજપની કોઇ પ્રતિક્રિયા આવી નથી. ભાજપના સાંસદો નારાજગી દર્શાવી રહ્યાં છે. છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહે હાર સ્વીકારી લઇ રાજીનામું આપી દીધું છે. ભાજપને એમપીની હાર સ્વીકારી શકાતી નથી.

Related posts

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો / શહેર ક્રાઇમ બ્રાન્ચે કરી 4 સગીર આરોપોની લૂંટ કેસમાં ધરપકડ

Pritesh Mehta

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta

BIG BREAKING : કોરોના રસીકરણમાં પણ ગુજરાત દેશમાં નંબર 1, અત્યારસુધી આટલા કરોડથી વધુ લોકોને અપાઈ રસી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!