GSTV
Ajab Gajab India News Trending

આ ગામના લોકો મહાભારતના ખલનાયક દુર્યોધનની સવાર સાંજ કરે છે પૂજા, કારણ જાણીને ચોંકી જશો

મહાભારતની કથાના પાત્રો અંગે આમ તો બધાજ જાણે છે ખાસ કરીને  દુર્યોધનની ભૂમિકા એક વિલન જેવી હતી.મામા શકુનીની સલાહ લેતા આ અભિમાની,જીદી્ અને ઇર્ષાળુ સ્વભાવના કારણે જ પાડવોએ યુદ્ધ લડવું પડયું હતું.નવાઇની વાત તો એ છે લોકનજરે સદીઓથી નિંદા અને ઘૃણાનું પાત્ર ગણાતા દુર્યોધનનું મંદિર આવેલું છે.

ઉતરાંખંડ રાજયના હરીદ્વારથી ૨૦ કીમીના અંતરે આવેલા નેતવાર ગામમાં દુર્યોધનના મંદિરમાં લોકો સવાર સાંજ પૂજા કરે છે. દુર્યોધન પોતે જ્ઞાની અને વીર પુરુષ હતો.તેને ધર્મ અને અધર્મ કોને કહેવાય તેની સમજ પણ હતી.જો કે તે મામા શુકનીઓ જેવા સલાહકારોથી ઘેરાયેલો હોવાથી તે ધર્મને ભૂલી ગયો હતો. ધર્મ કોને કહેવાય તેની સમજ હતી પરંતુ તે આચરણ કરી શકયો નહી. તેના આ પાસાને ધ્યાનમાં રાખીને જ ગામમાં દુર્યોધનનું મંદિર બનાવવામાં આવ્યું છે.

આ મંદિર કેટલું જુનું છે તે કોઇ જાણતું નથી. બહારના લોકો દુર્યોધનના મંદિર અંગે જાણે ત્યારે તેઓ કુતુહલવશ પણ મંદિરમાં આવે છે. આવું જ એક મંદિર મહાભારતમાં તેના મિત્ર ગણાતા કર્ણનું પણ છે. કર્ણ આમ તો અધર્મ આચરનારા કૌરવોના પક્ષમાં હતો.મહાભારતમાં કર્ણ પણ એક એવું પાત્ર છે જેની પાસે કોઇ કોઇ પાસે ન હોય તેવી યુદ્ધકળા અને બુધ્ધિક્ષમતા હતી. કર્ણએ જો પાંડવોને સાથ આપ્યો હોત તો તે એક ઘૃણાજનક પાત્ર હોત નહી.તેની મહાભારતની ભૂમિકા જુદી જ હોત.માતા કુંતીને વિવાહ પહેલા તેને જન્મ આપ્યો હોવાથી તેને છોડી દિધો હતો.

એક દાસી પરીવારને મળી આવતા તેનું લાલન પાલન કર્યું હતું. તે દાસીપુત્ર હોવાથી એક સારો બાણાવાળી હોવા છતાં ગુરુદ્વોણે ઘનુરવિધા શિખવવાની ના પાડી દિધી હતી. ત્યાર પછી ભગવાન પરશુરામ પાસેથી શસ્ત્રવિધા શિખ્યા પછી પણ તેનો ઉપયોગ કરી શકયો નહી. તે પણ દુર્યોધન સાથે મિત્રતા નિભાવી હતી. જો કે આ બંને પાત્રો ભલે મહાભારતમાં ભલે અધર્મના પક્ષે રહયા તેમ છતાં તેમનામાં રહેલા ગુણોને યાદ રાખીને તેમનું મંદિરો હોવાનું માનવામાં આવે છે. કર્ણનું મંદિર હર કી દૂનથી ૧૨ કીમી દૂર સોર નામના ગામમાં આવેલું છે. ઉતરાખંડએ દેવભૂમિ કહેવામાં આવે છે.આ દેવભૂમિમાં દુર્યોધન અને કર્ણની પણ પૂજા થાય છે

Related posts

જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત

Vishvesh Dave

SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’

Vishvesh Dave

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave
GSTV