GSTV
Home » News » દેશના લોકો હવે નવા વડાપ્રધાનનો કરી રહ્યાં છે ઇંતજાર, આ કદાવર નેતાએ આપ્યા આ સંકેતો

દેશના લોકો હવે નવા વડાપ્રધાનનો કરી રહ્યાં છે ઇંતજાર, આ કદાવર નેતાએ આપ્યા આ સંકેતો

તો કોલકત્તામાં શનિવારે મમતા બેનર્જી દ્વારા મહારેલીમાં ભાગ લેવા માટે વિપક્ષી દળોના નેતાઓ પહોંચી રહ્યા છે. શુક્રવારે સાંજે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ કોલકત્તા પહોંચી ગયા. અહીં એરપોર્ટ પર પત્રકારોની સાથે વાતચીત કરતા અખિલેશે મોદી સરકારને નિશાને લીધી અને કહ્યું કે દેશના લોકો હવે નવા વડાપ્રધાનનો ઇન્તેજાર કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષની તાકાત દર્શાવવા કોલકત્તામાં શનિવારે યોજાઇ રહેલી મહારેલીમાં ભાગ લેવા માટે વિપક્ષી પાર્ટીઓના નેતા શુક્રવારે કોલકત્તા પહોંચ્યા. વિપક્ષી નેતાઓ આ મહારેલીમાં એકસાથે બેસીને વિપક્ષની એકતા દર્શાવવાનો પ્રયાસ કરશે. શુક્રવારે જેડીએસ અધ્યક્ષ એચ.ડી.દેવેગૌડા. એનસીપી અધ્યક્ષ શરદ પવાર. જેએમએમના નેતા હેમંત સોરેન સહિત જુદી જુદી પ્રાદેશીક પાર્ટીઓના નેતા રેલીમાં ભાગ લેવા માટે પહોંચી ગયા. તેમણે મમતા બેનર્જીના પ્રયાસને આવકાર્યો. અને મોદી સરકારને નિશાને લીધી હતી. જો કે આ રેલીમાં રાહુલ ગાંધી,, તેલંગાણાના સીએમ કે.ચંદ્રશેખર રાવ સહિત આશરે સાત એવા નેતા છે કે તેઓ મમતા બેનર્જીની રેલીના મંચ પર જોવા નહીં મળે.

આગામી 19 જાન્યુઆરીએ થનારી મમતા બેનર્જીમાં મોટી સંખ્યામાં વિપક્ષી પાર્ટીઓના નેતાઓ એક મંચ પર જોવા મળવાના છે.જોકે આ રેલી બાદ મમતા દીદીએ ટી પાર્ટીનું આયોજન કર્યુ છે.જેમાં તેઓ ચા પીતા પીતા વિપક્ષી નેતાઓ સાથે વાતચીત પણ કરવાના છે..આ રેલીમાં સીએમ અરવિંદ કેજરીવાલ, એચડી કુમાર સ્વામી, ચંદ્ર બાબુ નાયડુ, પૂર્વ પીએમ એચ.ડી દેવગૌડા, પૂર્વ સીએમ ફારુક અબ્દુલા, ઉમર અબ્દુલા, રાજદ નેતા તેજસ્વી યાદવ, દ્રમુકના એમ.કે. સ્ટાલિન, ભાજપના બળવાખોસ સાંસદ શત્રુઘ્ન સિંહા પણ સામેલ થશે..આ ઉપરાંત આ રેલીમાં અખિલેશ યાદવ, બસપા મહાસચિવ સતિશ ચંદ્ર મિશ્રા, શરદ પવાર, અજીત ચૌધરી, યશવંત સિન્હા અને અરૂણ શૌરી ઉપસ્તિત રહેશે.આ સિવાય હાર્દિક પટેલ, જીગ્નેસ મેવાણી પણ સામેલ થશે.જોકે મહારેલીમાં રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી સામેલ થવના નથી..તો માયાવતી પણ રેલીમાં સામેલ નહી થાય.

લોકસભાની ચૂંટણીને લઈને મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે, ભાજપ 125થી વધુ બેઠક જીતી નહી શકે. લોકસભાની ચૂંટણીમાં સ્થાનિક પાર્ટીઓને સૌથી વધારે બેઠક મળશે. ચૂંટણીમાં સ્થાનિક પાર્ટીઓની ભૂમિકા મહત્વની સાબિત થવાની છે. મમતાએ વધુમાં કહ્યુ કે, બંગાળમાં ભાજપને એક પણ બેઠક નહીં મળે. કેમ કે, પશ્વિમ બંગાળમાં ટીએમસી મજબૂત છે. ભાજપને બંગાળમાં ફાવવા દેવામાં નહીં આવે.. બંગાળમાં સંભાવનાઓની શોધમાં બીજેપીને બંગાળની જનતા એક પણ બેઠક નહી જીતાડે.. મહત્વપૂર્ણ છે કે, બંગાળમાં મમતા વિશાળ રેલીનું આયોજન કરી રહ્યા છે. જેમા કોંગ્રેસ, ટીડીપી, આરજેડી અને જેડીએસ પણ સામે થશે. મમતાની આ રેલીને લોકસભાની ચૂંટણી પહેલા શક્તિપ્રદર્શનથી નજરે જોવામાં આવી રહી છે.

Read Also

Related posts

રાજનીતિનું બદલાપુર? જ્યારે ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યારે અમિત શાહ જેલમાં ગયા હતાં, અને હવે?

Riyaz Parmar

પાકિસ્તાનના ICJ જવાના નિર્ણય પર સૈયદ અકબરૂદ્દીને આપ્યો પડકાર, જ્યા ઈચ્છે ત્યાં લડવા માટે તૈયાર

Mansi Patel

બિસ્કિટ કંપની પાર્લે પર મંદીનો માર, 10 હજાર કર્મચારીઓની નોકરીઓ પર ખતરો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!