GSTV
Home » News » ભાજપનાં ઉમેદવાર રાજેશ ચુડાસમાનો હુરીયો બોલાવીને લોકોએ ભગાડયા

ભાજપનાં ઉમેદવાર રાજેશ ચુડાસમાનો હુરીયો બોલાવીને લોકોએ ભગાડયા

કોડીનાર નજીક ભુવાટીંબી ગામે લોક ડાયરામાં હાજરી આપવા આવેલા જુનાગઢ બેઠકનાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો લોકોએ હુરિયો બોલાવતા અફડા તફડી મચી હતી અને ઉમેદવાર સહિતનાં રાજકીય આગેવાનોને ડાયરામાંથી ભાગી છૂટવું પડયું હતું.

આ ઘટનાની વિગત મુજબ કોડીનાર નજીક  ભુવાટીંબી ગામે નકુમ પરિવારના કુળદેવીનાં ધર્મસ્થાનક ભુવડધામ ખાતે ગઈકાલે રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામાજિક અગ્રણીઓ તેમજ સંતવાણીનાં કલાકારો, સ્થાનિક રાજકીય આગેવાનો ઉપરાંત સાતેક હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતાં. 

આ પ્રસંગે જૂનાગઢ લોકસભા બેઠકનાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા મહેમાન બનીને મોડી રાત્રીએ ડાયરામાં આવ્યા હતાં. પરંતુ સ્વાગત સન્માન થાય એ પહેલા હાજર લોકોએ રાજેશ ચુડાસમાંનો હુરિયો બોલાવીને હલ્લાબોલ કરી જોરદાર વિરોધ કર્યો હતો.

લોકચર્ચા મુજબ  ભાજપનાં ઉમેદવારનાં વિરોધ દરમિયાન લોકોએ પાણીની બોટલોના છુટા ઘા પણ કર્યા હતાં. આ દરમિયાન હાજર આગેવાનોએ લોકોને હાથ જોડી સોગંદ આપી સમજાવવવા પ્રયાસ કર્યો હતો. આમ છતાં યુવાનો વધુ પડતા આક્રમક  બનતા ભાજપનાં ઉમેદવાર સહિતનાં રાજકીય આગેવાનોને જાન  બચાવીને ભાગી જવું પડયું હતું. કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી ભાજપનાં ઉમેદવાર રાજેશ ચુડાસમાને ડાયરામાંથી હેમખેમ બહાર લઈ જતાં નજરે પડયા હતાં.

જનાગઢ બેઠક પર ભાજપે રીપીટ કરેલા સાંસદ રાજેશ ચુડાસમાનો વિરોધ દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે. ગઈકાલે માળીયા હાટીનાના રાજપુત સમાજના યુવાનોએ પણ રાજેશ ચુડાસમાનો વિરોધ કર્યા બાદ મોડી રાત્રે ભુવાટીંબી ગામે ડાયરામાં પણ હુરિયો બોલાવી યુવાનોએ હલ્લાબોલ મચાવતા જૂનાગઢમાં ભાજપની હાલત કફોડી બની છે.

READ ALSO

Related posts

બનાસકાંઠાના પાલનપુરમાં ત્રણ તલાક મામલે ફરિયાદ નોંધાઈ

Mansi Patel

ટ્રેન્ડી નવરાત્રિ : ઉપવાસ છતાં ફિટ દેખાવા આ ડાયટ ચાર્ટનો કરો અમલ, રહેશો હંમેશાં ફ્રેશ

Karan

LIVE : કેન્દ્રિય ચૂંટણીપંચની પ્રેસકોન્ફરન્સ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!