GSTV

કોંગ્રેસીઓ મસૂદ અઝહરને ‘જી’ કહે છે અને ત્રાસવાદીઓને બિરયાની ખવડાવે છે

Last Updated on March 31, 2019 by

રવિવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગાજિયાબાદમાં એક જનસભાને સંબોધન કર્યુ, જેમાં તેમણે કોંગ્રેસ અને મહાગઠબંધનની પાર્ટીઓ પર પ્રહાર કર્યા. યોગી આદિત્યનાથે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ આતંકવાદીઓને બિરયાની ખવડાવતા હતા અને આતંકી અઝહર મસૂદને ‘જી’ કહીને સંબોધન કરે છે, જ્યારે મોદી સરકાર આતંકવાદીઓને ગોળી ખવડાવે છે. કોંગ્રેસની સાથે આવનારા ગઠબંધનવાળા લોકો પણ આતંકી અઝહર મસૂદને ‘જી’ બોલે છે, તો પછી તમે જણાવો કે આવા લોકો દેશની રક્ષા કેવીરીતે કરી શકશે.

ગાજિયાબાદ બાદ સીએમ યોગી આદિત્યનાથે નોએડાના બિસહડામાં પણ લોકોને સંબોધન કર્યુ અને કહ્યું કે ગત સરકારની પાસે વિકાસનો કોઈ એજન્ડા નથી, સરકાર જ્ઞાતિ-જાતિની રાજનીતિ કરતી હતી, યોગીએ બિસહડાનો ઉલ્લેખ કરીને કહ્યું કે પહેલાની સરકાર રમખાણો કરાવતી હતી, તેમણે સવાલ કર્યો કે શું છેલ્લા 2 વર્ષમાં બિસહાડ જેવી કોઈ ઘટના થઈ છે અહીં કોઈ રમખાણ થયા છે, તમે જ જણાવો.

યોગીએ પણ ભાજપ અધ્યક્ષ અમિત શાહની જેમ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે આખી દુનિયામાં વિશ્વ બંધુત્વનો ભાવ વધારનારા હિન્દુ સમુદાયને આતંકવાદની સાથે જોડીને બદનામ કરવાનુ કામ કર્યુ. હિન્દુ ક્યારેય પણ આતંકવાદી હોઈ શકે ખરો, કદાચ રાહુલ ગાંધીને ખબર નથી કે અમે તો ચકલીને પણ આંટો ખવડાવનારા લોકો છે, લોકોને કેવીરીતે મારીશું. આતંકવાદને ધર્મની સાથે જોડવાનુ પાપ કોંગ્રેસે કર્યુ છે, પોતાના મતબેંકના રાજકારણને આખી દુનિયામાં ગૌરવશાળી હિન્દુ સમુદાયને બદનામ કરવાનુ પાપ તેમણે કર્યુ છે.

READ ALSO

Related posts

CBSE Marking Formula : કયા આધારે નક્કી થયું CBSE 12મા નું પરિણામ, શું તમે આપી શકો છો રી-ટેસ્ટ?

Vishvesh Dave

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Pritesh Mehta

પરિસ્થિતિ અતિ ગંભીર : ઑસ્ટ્રેલિયામાં ડેલ્ટા વૅરિયન્ટથી ફફડાટ, સિડનીમાં લૉકડાઉન લાગુ કરવા લશ્કર કરાયું તૈનાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!