GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ઉન્નાવની રેપ પીડિતાને હજારો લોકોએ અશ્રૂભીની આંખે અંતિમ વિદાય આપી

ઉન્નવ રેપ પીડિતાને નરાધમોએ જીવતી સળગાવી હતી. આ ઘટના બાદ પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં 24 કલાકની સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.આ ઘટનાથી સમગ્ર દેશમાં ભારે ચકચાર મચી ગઇ છે અને લોકો દેખાવો કરી રહ્યા છે. આ સિૃથતિ વચ્ચે પીડિતાનો મૃતદેહ તેના ગામમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની અંતિમ વીધી કરવામાં આવી હતી. દરમિયાન પીડિતાની અંતીમ વીધીમાં અનેક લોકો સામેલ થયા હતા. આ મામલાએ રાજકીય રીતે પણ ચર્ચા જગાવી હતી અને સંસદમાં ઉઠયો હતો જ્યારે સપા, કોંગ્રેસના નેતાઓએ ધરણા પ્રદર્શન કર્યા હતા.

નેતાઓ પણ પીડિતાની અંતિમ વિધિમાં જોડાયા

આ સ્થિતિ વચ્ચે આ નેતાઓ પણ પીડિતાની અંતીમ વીધીમાં જોડાયા હતા. સમાજવાદી પાર્ટીના નેતાઓ તેમજ કેન્દ્રીય કેબિનેટ પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્ય અને કમલ રાની વરૂણ પણ હાજર રહ્યા હતા. પરિવારજનો, ગ્રામજનો અને અન્ય અનેક નાગરિકોએ આંખોમાં આંસુ સાથે પીડિતાને વીદાય આપી હતી. બીજી તરફ પાંચેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, પરિવારજનોએ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગણી કરી છે. જ્યારે પરિવારમાં હજુ પણ ભયનો માહોલ છે. જેને પગલે હાલ જે પણ સાક્ષીઓ પરિવારમાં છે તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે જ્યારે  આિર્થક સહાય તેમજ મકાન આપવાની જાહેરાત પણ સરકારે કરી હતી.

પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની પાડી હતી ના

અગાઉ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી, પરીણામે સરકારી અધિકારીઓ અને મંત્રીઓ દોડતા થયા હતા. જોકે અંતે આિર્થક સહાય, ઝડપી ન્યાય અને અન્ય મદદની ખાતરી સરકારે આપતા પરિવાર તૈયાર થઇ ગયો હતો અને અંતે પીડિતાને તેના પરિવારના સભ્યોની મજારની પાસે જ દફનાવવામાં આવી હતી. ઉન્નાવ રેપ પીડિતાના આરોપીઓ જામીન પર છુટયા હતા, જે બાદ તેણે પીડિતાને મારી નાખવાની ધમકી પણ આપી હતી છતા તેની સુરક્ષા નહોતી વધારાઇ, અંતે પીડિતાને જીવતી સળગાવી દેવાઇ હતી. આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી. હાલ સરકારે કડક કાર્યવાહીના વચનો આપ્યા છે. આ ઉપરાંત પરિવારને બંદુકની લાઇસન્સ આપવાની ખાતરી પણ આપી છે.

હત્યારાઓને ફાંસી ન આપી તો હું સળગી મરીશ : રેપ પીડિતાની બહેન

ઉન્નાવની રેપ પીડિતાનું મોત નિપજ્યંુ છે અને તેને અંતિમ વીદાય આપી દીધી છે. આ સ્થિતિ વચ્ચે હવે એવા અહેવાલો છે કે રેપ પીડિતાની બહેને સરકાર પર ભીસ વધારી છે અને ચીમકી આપી હતી. તેણે જણાવ્યું હતું કે જો મારી બહેનના હત્યારાઓને તાત્કાલીક ફાંસી ન આપવામાં આવી તો હું મુખ્ય પ્રધાન આવાસની બહાર આત્મહત્યા કરી લઇશ. રેપ પીડિતાની બહેને આ અલ્ટિમેટર ત્યારે આપ્યું છે જ્યારે આરોપીઓને જામીન પર છોડવામાં આવ્યા હતા અને એક વર્ષથી મામલો પેન્ડીંગ છે. 

બળાત્કારીઓના એન્કાઉન્ટર થશે જ : મંત્રીની ચેતવણી

તેલંગાણાના મંત્રીએ બળાત્કારીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે જો તમે કોઇ પર બળાત્કાર કરશો તો તમારૂ એન્કાઉન્ટર કરી દેવામાં આવશે. તેલંગાણાના મંત્રી તલસાની યાદવે જણાવ્યું હતું કે અતી ક્રૂર અને જધન્ય અપરાધ કરનારાઓનું એન્કાઉન્ટર જ થવું જોઇએ. મંત્રીએ જણાવ્યું હતું કે બળાત્કાર કરતા પહેલા વિચારજો નહીં તો તમારૂ પણ એન્કાઉન્ટર કરી દેવામાં આવશે.  તેલંગાણાના મંત્રીએ કહ્યું હતું કે અમારી દિકરીઓ પર ખરાબ નજર કરનારાઓની આંખો કાઢી લેવામાં આવશે.

READ ALSO


Related posts

દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક બની શકે છે ભારતીય પોસ્ટ, ગ્રામિણ બેંકોનું થઈ શકે છે વિલિનીકરણ

Pravin Makwana

જમ્મુ કાશ્મીરમાં તમામ કર્માચારીઓને મળશે 25 હજારનું વધારાનું ભથ્થુ, નવા બનેલા ઉપરાજ્યપાલે આપી મોટી ભેટ

Pravin Makwana

બોસે પીએફના પૈસા આપવામાં સમય લીધો, કર્મચારીએ બોસના નામે અશ્લિલ સામગ્રી ઓર્ડર કરી ડેટિંગ સાઈડ પર નાંખી દીધો નંબર

Karan
Do NOT follow this link or you will be banned from the site!