GSTV
Home » News » લોકોને ગુસ્સો આવતા કારને તોડી નાખી અને ઉથલાવી દીધી, પોલીસના કાફલા ખડકાયા

લોકોને ગુસ્સો આવતા કારને તોડી નાખી અને ઉથલાવી દીધી, પોલીસના કાફલા ખડકાયા

તાપીના વ્યારાના કસવાવ ગામની સીમમાં ક્વોરી બાબતે ગ્રામજનોનો વિરોધ ઉકળતા ચરૂ જેવો જોવા મળી રહ્યો છે. ગામ લોકોએએ હઠ પકડી છે કે જિલ્લા કલેકટર ઘટના સ્થળે આવે અને વરસો જૂની તેમની સમસ્યાનો અંત લાવે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો છે. કસવાવ ગામે પરિસ્થિતી એવી છે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓની સમજાવટ પણ કારગત નિવડી નથી.

નોંધનીય છે કે ક્વોરીમાં થતા બ્લાસ્ટને લઈને ગામમા ઘણું નુકશાન જવાની બૂમરાણ ઉઠી છે. ગ્રામજનો વર્ષોથી તંત્રને આ અંગે રજૂઆત કરી ચુક્યા હતા. પરંતુ તેનો ઉકેલ ન આવતા ગામમા ક્વોરી માલિકો સહિત તંત્રના જવાબદારો વિરુદ્ધ આક્રોશ ચરમસીમાએ જોવા મળ્યો હતો. જેમાં મારામારી થતા ગામના ત્રણ યુવકોને ક્વોરીના માણસોએ ઢોર માર મારતા ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. ઉશ્કેરાઈ ગયેલ ગ્રામજનોને જોઇને ક્વોરી માલિકના મડતીયાઓ ભાગી છૂટ્યા હતા. ઉશ્કેરાયેલા લોક ટોળાએ ક્વોરી માલિકના મળતીયાઓની ટ્રક અને ગાડીમાં તોડફોડ કરી પલટાવી દીધી હતી.

Related posts

અમદાવાદમાં ખોટા પુરાવાના આધારે આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

Nilesh Jethva

આ રાજવી પરિવારની પરિણીતાને સાસરીયામાં ત્રાસ આપતા પોલીસ ફરિયાદ

Nilesh Jethva

50 વર્ષથી જુના કાલુપુર શાકમાર્કેટ પર ફર્યું તંત્રનું બુલડોઝર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!