અમદાવાદમાં ચાનું વેચાણ કરતો આ દેશભક્ત પોતાની એક દિવસની કમાઈ ઘરે નહીં લઈ જાય

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ કરેલી નાપાક હરકતમાં દેશના જવાનો શહીદ થયા. લોકોએ કેન્ડલ માર્ચ કરી અને વિરોધ વ્યક્ત કરી દેશ ભક્તિ બતાવી. પણ અમદાવાદમાં એક ચા વાળાએ અનોખી પહેલ કરી પોતાનો દેશ પ્રેમ બતાવ્યો. કોણ છે આ ચા વાળો દેશ ભક્ત જોઈએ આ અહેવાલમાં.

ચાની કીટલી પર કામ કરી નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન બની ગયા. ત્યારે એક ચા વાળો શું કરી શકે તેવી ચર્ચાઓ પણ ચાલી હતી. પણ એ ચા વાળાએ દેશ ચલાવવાનું શરૂ કર્યું. અને હવે બીજો એક એવો ચા વાળો જેને પોતાનો દેશ પ્રેમ પોતાના ધંધાથી બતાવ્યો. જી હા જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલામાં સેનાના જવાનો ની મદદ કરવા આ ચા વાળાએ અનોખી પહેલ કરી. અને બને તેટલી આર્થિક મદદ કરવાનું નક્કી કર્યું.

ચા ની કીટલી ચલાવી આજના દિવસે તેમને જેટલો નફો થશે તે શહીદોના નામે કરવામાં આવશે. તેમને એ પણ નથી ખબર કે શહીદોના પરિવાર સુધી તેઓ કેવી રીતે પહોચશે. પણ તેમને માત્ર આ એક નિર્ણય કર્યો અને કીટલી શરૂ કરી સવારથી રાત સુધીમાં થતી કમાણી ભેગી કરી. અને તેનો નફો તેઓ દેશના સપૂતોના પરિવારને પહોંચાડશે. હાલ તેઓ આ રૂપિયા જમા કરી બેંકમાં મુકશે અને ત્યારબાદ ચેક તૈયાર કરી શહીદોના પરિવારને પહોંચાડશે.

રોજ નથી વેંચતા તેનાથી વધારે ચા આજે લલિતભાઈ ના ત્યાં વેચાઈ. કારણ કે લોકોએ પણ તેમના આ વિચાર અને દેશ પ્રેમને વધાવ્યો. લોકોએ સવારથી તેમની પાસે રહી લોકોને ચા પીવડાવી અને તેમને વધુ આવક થાય તે કામ કર્યું. વધુ આવક થાય અને વધુ નફો મળશે તો મોટી મદદ તેઓ દેશ માટે કરી શકશે તેવું લોકોનું માનવું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter