GSTV
India News Trending

દમ લગા કે હઈશા / એમ્બ્યુલન્સમાં અધવચ્ચે જ ઈંધણ પૂર્ણ થતા દર્દીનું મોત નિપજ્યું, જીવ બચાવનાર જ બની મોતનું કારણ

સામાન્ય રીતે એમ્બ્યુલન્સ દર્દીના જીવ બચાવવા માટે હોય છે પરંતુ ક્યારેક એમ્બ્યુલન્સ મોતનું કારણ પણ બની શકે છે ત્યારે આવો જ કિસ્સો રાજસ્થાનમાંથી પ્રકાશમાં આવ્યો છે. એમ્બ્યુલન્સની ગાડીમાં ઈંધણ ખલાસ થઈ જતા વાહન અધવચ્ચે જ ઠપ્પ થઈ ગયું હતું જેના પગલે દર્દી સમયસર હોસ્પિટલ પહોંચી શક્યો ન હતો અને મોત નિપજ્યું હતું.

રાજસ્થાનના બાંસવાડામાં ઈમરજન્સીમાં દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સમાં ઈંધણના અભાવે વાહન અધવચ્ચે જ અટકી ગયું હતું, જેના કારણે દર્દી સમયસર હોસ્પિટલ પહોંચી શક્યો ન હતો અને તેનું મૃત્યુ થયું હતું. રસ્તામાં દર્દીઓના સગાઓ પણ એમ્બ્યુલન્સને ધક્કો મારતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દર્દીના સંબંધીઓ ધક્કો લગાવી રહ્યા છે.

બીજી તરફ આ ઘટના અંગે રાજ્ય સરકારના મંત્રી પી.એસ.ખાચરીયાવાસે જણાવ્યું કે, અમારી સરકારે ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર આપી છે. એમ્બ્યુલન્સમાં ઈંધણના અભાવે દર્દીનું મૃત્યુ થાય તો તે વ્યવસ્થાપનની નિષ્ફળતા છે, તંત્રની નહીં. અમે આ માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરીશું.

READ ALSO

Related posts

100 ટકા બેટરી ચાર્જ થયા પછી પણ સ્માર્ટફોનને ચાર્જિંગમાંથી કાઢવામાં ન આવે, તો શુ થાય છે, જાણો

Akib Chhipa

દેશની સૌથી મોટી બેંકની સ્પષ્તા / SBIએ અદાણી ગ્રુપને અધધ.. 21000 કરોડની આપી લોન, બેંકના ચેરમેને આપ્યું નિવેદન

Hardik Hingu

અદાણીના વળતા પાણી? / હિંડનબર્ગના બાદ અદાણી ગ્રુપને ક્રેડિટ સુઈસ આપ્યો ઝટકો, ચારે બાજુથી ઘેરાયા?

Hardik Hingu
GSTV