પુલવામા શહીદોના પરિવાર માટે ગુજરાતની આ પાટીદાર સંસ્થા આપશે મોટો ફાળો

આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોના પરિવારોના દુ:ખમાં ભાગીદાર થવા અને જવાનોના સંતાનોના ઉજ્વળ ભવિષ્ય માટે અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને રૂ.51 લાખની મદદ જાહેરાત કરી છે. જેમાં 11 લાખ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલે દાન આપવાની જાહેરાત કરી છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓએ કહ્યું કે તેમનો પરિવાર શહીદોની શહાદતને વંદન કરે છે.

આગળ પણ શહીદોના પરિવારોની જરૂરિયાતમાં કે તેમના સંતાનોના ભવિષ્ય માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાથે રહેશે. હજુ પણ સહાયની રકમમાં વધારો થશે. ૨૦મી ફ્રેબુઆરીએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશના ટ્રસ્ટીઓની મળનારી સભામાં શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવશે. તો 4 માર્ચે મહાશિવરાત્રીના દિવસે ઉમિયાના વિશ્વકક્ષાના નિર્માણ પામનાર મંદિરનું ભુમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. જેમાં 11 હજારથી વધુ યજમાનો મહાપૂજા કરશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter