GSTV
News Trending World

અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ

ઘણા લોકોને ઘરમાં પાલતુ જાનવર રાખવાનો શોખ હોય છે. અમુક લોકો ઘરમાં કૂતરા-બિલાડીઓ પાળે છે તો અમુક લોકો પક્ષીઓ પણ પાળે છે. આવી જ રીતે એક શખ્સે પોતાની પસંદનો પોપટ પાળ્યો હતો જેની તેણે બહુ મોટી કિંમત ચૂકવવી પડી. આ ઘટના તાઈવાનમાં થઈ અને જે પણ આ ઘટના વિશે સાંભળે છે તે આશ્ચર્યચકિત થઈ જાય છે. 

પોપટના માલિકને બિલકુલ અંદાજો નહોતો કે તેના પોપટે કંઈક એવુ કરી દીધુ છે, જેના કારણે ના માત્ર તેના રૂપિયા ખાલી થવાના છે પરંતુ તેમને જેલ પણ જવુ પડશે. શખ્સ પાસે જે પોપટ હતો તેની સાઈઝ ખૂબ વધુ હતી અને તે મસ્તીખોર પણ હતો. દરમિયાન પોપટની બદમાશીની સજા પોપટના માલિકને ભોગવવી પડી. જે શખ્સને પોપટે માર્યુ હતુ તેના હાડકા પણ તૂટી ગયા હતા. 

આ હતી સમગ્ર ઘટના

તૈનાન નામના સ્થળે એક હુઆંગ સરનેમ વાળો શખ્સ રહે છે. જેણે બે પાલતૂ પોપટ પાળી રાખ્યા છે. તે પોપટને પોતાની સાથે પાર્કમાં લઈને ગયો હતો જેથી તે પોતે એક્સરસાઈઝ કરી લે અને પોપટ પણ થોડુ ઉડી લે. દરમિયાન પોપટે જોગિંગ કરી રહેલા શખ્સને પોતાની પાંખોથી એ રીતે ડરાવ્યા કે તે ડરી ગયો અને પડી જવાથી તેનુ હિપનું જોઈન્ટ હલી ગયુ તેમજ હાડકા પણ તૂટી ગયા. તેને તાત્કાલિક હોસ્પિટલ જવુ પડ્યુ અને રિકવરીમાં 6-7 મહિનાનો સમય થઈ ગયો. બાદમાં એવુ બન્યુ કે શખ્સે પોપટના માલિક પર કેસ કરી નાખ્યો. 

માલિકને ચૂકવવો પડ્યો 75 લાખનો દંડ

40 સેન્ટિમીટર લાંબા અને 60 સેન્ટિમીટરના પાંખો ધરાવતા પોપટની આ હરકતના કારણે કોર્ટમાં કેસ ચાલ્યો. કોર્ટ એ વાતથી સંમત થઈ કે આ પોપટના માલિકની બેદરકારી છે. દરમિયાન તેને 3.04 મિલિયન ન્યૂ તાઈવાનીઝ ડોલર એટલે કે 75 લાખ રૂપિયાનો દંડ આપવા અને 2 મહિના સુધી જેલમાં રહેવાની સજા સંભળાવી. હવે પોપટના માલિક નિર્ણય વિરુદ્ધ અપીલ કરવાના છે કારણ કે આ સજા તેમને ખૂબ વધારે લાગી રહી છે

Related posts

મુંબઈ / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સવારથી કમોસમી વરસાદ, દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Kaushal Pancholi

Hair Care Tips/ વાળમાં નથી તકતો ડાયનો કલર, અજમાવો મહેંદી સાથે જોડયેલ આ 3 ઉપાય

Siddhi Sheth

મૂંઝાયેલા મમતાનો ઘૂંટાયેલો ઘૂંઘવાટ, ‘જો રાહુલ ગાંધી વિપક્ષના નેતા હશે તો કોઈ પણ મોદી પર પ્રહાર નહીં કરી શકે’

Kaushal Pancholi
GSTV