GSTV

પાલીતાણા ખાતે યોજાશે છ ગાઉ પરિક્રમા, વિશ્વભરમાંથી લાખો યાત્રિકો લેશે લાભ

Last Updated on March 5, 2020 by

જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ પરિક્રમા ફાગણ સુદ તેરસના રોજ વિધિવત રીતે યોજાશે. જયજય શ્રી આદિનાથના જયઘોષ સાથે સવારે છ વાગ્યે પાલીતાણા તળેટીથી આ પરિક્રમાનો પ્રારંભ થશે. આ છ ગાઉંની યાત્રામાં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી હજારો લાખો યાત્રિકો જોડાવાના હોય તે માટે તંત્ર સહીત આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

પવિત્ર ગિરિરાજની પરિક્રમા

  • શેત્રુંજયની છ ગાઉની યાત્રા
  • તળેટીમાંથી યાત્રાનો પ્રારંભ
  • સિદ્ધવડમાં યાત્રાની પૂર્ણ થશે
  • સંઘ પૂજનના સરસપાલની વ્યવસ્થા
  • તપસ્વીઓ માટે એકાસણા, બીયાસણાની વ્યવસ્થા
  • યાત્રાના માર્ગ પર ઉકાળેલું પાણી અપાશે
  • ટ્રાફિક અને પોલીસ દ્વારા અલગ-અલગ ઝોનમાં બંદોબસ્ત
  • એસટી વિભાગ દ્વારા વધુ બસની ફાળવણી
  • વર્ધમાન સારવાર કેન્દ્ર દ્વારા મેડિકલ સુવિધા
  • ૧૦૮ અને ફાયર વિભાગ તૈનાત રહેશે

પ્રસાદ ભક્તિ માટે ૧૦૦ પાલની વ્યવસ્થા

પવિત્ર તીર્થ પાલીતાણામાં 6 ગાઉની પરિક્રમામાં હજારો શ્રાવક, શ્રાવિકાઓ, સાધુ-સાધ્વીજી ભગવંતો અને જૈનેતર યાત્રાળુઓ જોડાતા હોય છે. ખૂબજ આસ્થા સાથે યોજાતી આ પરિક્રમા શેત્રુંજય ગિરિવર જય તળેટી થી વહેલી સવારે પ્રારંભ થઈને અદ્પુર ભાડવા ડુંગરની તળેટીમાં સિદ્ધવડ ખાતે પૂર્ણ થશે. જ્યાં પેઢી દ્વારા સંઘ પૂજનના સરસ પાલની વ્યવસ્થા કરવામાં આવી છે.
અહીં યાત્રિકોની પ્રસાદ ભક્તિ માટે ૧૦૦ પાલની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં યાત્રિકોની પ્રસાદ ભક્તિ માટે ફ્રુટ થી શરુ કરીને અનેક વાનગીઓ પીરસવામાં આવશે. અહીં તપસ્વીઓ માટે એકાસણા, બીયાસણા આયંબીલ તેમજ શેત્રુંજય પર્વતથી આદ્પુર પાલ સુધી ઠેર ઠેર ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

આકસ્મિક સંજોગોને પહોચી વળવા માટે ૧૦૮ ફાયર બ્રિગેડ ની વ્યવસ્થા

છ ગાઉની યાત્રામાં આવતા યાત્રાળુ ને શાંતિપૂર્ણ રીતે યાત્રા પૂરી કરે તે માટે તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરાઇ છે. પાલીતાણા શહેરના કેટલાક માર્ગો, ઘેટી અને આદ્પુર જવાનાં માર્ગોને એકમાર્ગી જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા પણ ટ્રાફિક પોલીસ સહીતની અલગ અલગ ઝોન માં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આદ્પુર સિધ્દવડ થી પાલીતાણા પહોચવા માટે એસ.ટી તંત્ર દ્વારા વધારા ની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ધમાન સારવાર કેન્દ્ર દ્વારા યાત્રિકોને મેડીકલ ટ્રીટમેન્ટ આપવામાં,તેમજ આકસ્મિક સંજોગોને પહોચી વળવા માટે ૧૦૮ ફાયર બ્રિગેડ ની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.

READ ALSO

Related posts

લોલંલોલ: 7 કરોડના કૌભાંડનો બ્રિફ રિપોર્ટ સરકાર ને ddoની સહી વગર જ મોકલી દેવાયો, આખરે શું રંધાઈ રહ્યું છે?

pratik shah

બ્યુટી ટિપ્સઃ ફૂદીનાના પાનના આ ફાયદા જાણતા નથી લાગતા, ત્વચા નિખારમાં કેટલું મહત્વ છે તે વાંચશો તો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં

Harshad Patel

કચ્છ: ખેતરોમાં વીજલાઇન અને પવનચક્કી નાખવાનો વિરોધ, તાત્કાલિક કામગીરી બંધ કરવા ઉઠી માંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!