પેપરલીક કાંડનો રેલો દિલ્હી પહોંચ્યો, વધુ 4 શખ્સો ઝડપાતા થયા કુલ 8 પ્રપંચીઓ

તો આ સમગ્ર કાંડમાં નિલેષ નામના એક શખ્સની ભૂમિકા સામે આવી છે. તેઓ દિલ્હી જતાં પહેલા તમામના ફોન સ્વીચ ઓફ કરાવી દીધા હતા. અને ગુજરાત પરત આવ્યા બાદ આરોપી પરીક્ષાર્થીઓએ મનહર પટેલ મારફતે પી.વી.પટેલ અને રૂપલ શર્મા તેમજ મુકેશ ચૌધરીને આન્સર કી આપી હતી. જેના દ્વારા  બીજા વિદ્યાર્થીઓ સુધી આ પેપરની આન્સર કી પહોંચાડાઇ હતી.

પેપરલીક કૌભાંડમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરાઇ છે. જેમાં મુખ્ય આરોપી પ્રિતેશ પટેલ, નરેન્દ્ર ચૌધરી, ઉત્તમસિંહ ભાટી તેમજ અજયસિંહ પરમારની ધરપકડ કરાઇ છે. આ ચારેય આરોપીઓ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર હાલમાં ફરાર એવા યશપાલસિંહ સાથે દિલ્હી ગયા હતા. આ સમગ્ર મામલે દિલ્હી તથા ગુડગાંવમાં પેપરલીક કરતી ગેંગની સંડોવણી પણ સામે આવી છે. જે ગેંગે ગુજરાતના આ આરોપીઓને પેપર આપીને પેપરલિંકમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

પોલીસે આપેલી માહિતી અનુસાર પકડાયેલા ચારેય આરોપી અને યશપાલસિંહ 29 નવેમ્બરે ચિલોડા ખાતે એકઠા થયા હતા. જે બાદ પરીક્ષાર્થીઓ ત્યાંથી ચાર જેટલા વાહનમાં દિલ્હી પહોંચ્યા હતા. જેઓ 30 તારીખે ગુડગાંવ પહોંચ્યા હતા. જ્યાંથી બીજી કારમાં તમામ આરોપીઓને દિલ્હી લઇ જવાયા હતા. જેમાં દિલ્હીની ગેંગે ગુજરાતના પરીક્ષાર્થીઓના 5-5 લોકોના ગ્રુપ બનાવીને અલગ અલગ જગ્યાએ લઇ જવાયા હતા.

દિલ્હીની ગેંગ દ્વારા દિલ્હી ગયેલ વિદ્યાર્થીઓને લીક થયેલું પેપર વાંચવા માટે આપીને સોલ્વ કરવા માટે આપવામાં આવ્યું ત્યારે આરોપી પરીક્ષાર્થીઓને વાર લગાવતા દિલ્હીની ગેંગે જલ્દી પેપર સોલ્વ કરવા કહ્યું હતું સામે વિદ્યાર્થીઓ પાસેથી પાંચ લાખના બ્લેન્ક ચેક લીધા હતા. આ ચેક એ વાતની ગેરેન્ટી હતી કે જો પેપરના પ્રશ્નો અને જવાબો સાચા હશે તો ચેકમાં નામ લખીને તેને ડીપોઝીટ કરાશે. જે બાદ ચારેય ગ્રુપમાં પહોંચેલા વિદ્યાર્થીઓ અલગ અલગ કારમાં ગુજરાત આવવા રવાના થયા હતા. જ્યારે મુખ્ય સુત્રધાર યશપાલ જે સુરતમાં પરીક્ષા આપવાનો હતો. તે વડોદરા સુધી ફલાઇટમાં આવ્યો હતો અને હાલમાં તે ફરાર છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter