સ્ટેચ્યુ ઓફ યુનિટી, બોગીબીલનો પુલ તો એક નમૂનો : કેન્દ્રનું આ કામ જોઇને તો વિપક્ષ પણ તાળીઓ પાડશે

તાજેતરમાં દેશમાં એન્જિનયરિંગના બેજોડ ઉદાહરણો જોવા મળ્યા છે. આસામ-અરુણાચલ પ્રદેશને જોડતો બોગીબીલ પુલ પણ આનું ઉદાહરણ છે. પરંતુ હવે એક અન્ય અજૂબો ખાસો ચર્ચામાં છે. કેન્દ્ર સરકારે ફરી એકવાર રામેશ્વરમ-ધનુષકોડી સેક્શન પર રેલવે લાઈનને બહાલ કરવાનો નિર્ણય કર્યો છે. અહીં નિર્માણ થનારો પુલ પંબન બ્રિજ નામથી ઓળખાશે. આ પુલ પરથી ટ્રેન પસાર થશે અને જરૂરત પડશે, ત્યારે તેને ખસેડી પણ શકાશે. જેથી પંબન બ્રિજની નીચેથી જહાજ પસાર થઈ શકે.

રેલવે પ્રધાન પિયૂષ ગોયલે ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે પુલ કેવો હશે તેની જાણકારી આપી છે. રેલવે પ્રધાન પિયૂષ ગોયલે પોસ્ટ કરેલો વીડિયો સોશયલ મીડિયા પર પણ છવાયો છે. પિયૂષ ગોયલે લખ્યું છે કે શું ક્યારેય મૂવિંગ બ્રિજ જોયો છે? રામેશ્વરમને ભારતની મુખ્ય ભૂમિ સાથે જોડનારો પંબન બ્રિજ જરૂરિયાત મુજબ ઉપર ઉઠાવી શકાશે. જ્યારે અહીંથી માલવાહક જહાજ પસાર થશે, તો કોઈ અડચણ ઉભી થશે નહીં. મહત્વપૂર્ણ છે કે આ રુટને રામભક્તો માટે કેન્દ્ર સરકાર તરફથી મોટી ભેંટ માનવામાં આવે છે.

રામેશ્વરમ-ધનુષકોડી સેક્શન પર આવેલી આ રેલવે લાઈન 1964માં દરિયાઈ તોફાનમાં વહી ગઈ હતી. આ પ્રોજેક્ટના પૂર્ણ થયા બાદ રામસેતુ સુધી રેલવે દ્વારા પહોંચી શકાશે. કેન્દ્ર સરકારના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર 458 કરોડ રૂપિયાનો કર્ચ થશે. આના પર 2019માં કામગીરી પૂર્ણ થવાની છે. આ રેલવે લાઈનના બંને છેડા અને તેના ઉપર ઉઠનારા હિસ્સા પર કંટ્રોલ માટે ટાવર બનાવવામાં આવશે. આ લાઈનમાં વપરાનારા સ્લીપર કોમ્પોઝિટ પણ હશે. તેનાથી સમુદ્રનું ખારું પાણી અને હવાનું ક્ષરણ થશે નહીં.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter