પાકિસ્તાનનાં આ ખેલાડીએ કહ્યું કે કેપ્ટનની વાત આવે ત્યારે કોહલી હજુ ધોનીથી ખુબ પાછળ છે

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ભલે ક્રિકેટના દરેક રેકોર્ડ પર તેમનું નામ લખાવી રહ્યો હોય. પરંતુ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનું માનવું છે કે કોહલી પોતાને કેપ્ટન તરીકે સાબિત કરવામાં ધોની જેટલો તો નહીં પણ તેની આસપાસ પણ નથી.

એક સમાચાર ચેનલ સાથે વાત કરતા સમયે શાહિદ આફ્રિદીએ કોહલીની રમત અને તેની કેપ્ટનશીપ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો અને ક્હયું કે કોઈ પણ શંકા વિના વિરાટ કોહલી મોર્ડન ડે ક્રિકેટનો મહાન ખેલાડી છે. પરંતુ જ્યારે તેની કેપ્ટનશીપની વાત આવે ત્યારે તે હજી પણ આ ક્ષેત્રમાં શીખી રહ્યાં છે.

આફ્રિદીએ આગળ કહ્યું હતું કે, અત્યારે ચાલી રહેલા ક્રિકેટમાં વિરાટ કોહલી મારા સૌથી પ્રિય બેટ્સમેન છે, પરંતુ જ્યારે તે કેપ્ટન છે ત્યારે તેણે તેના વરિષ્ઠ ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પાસેથી ઘણું શીખવાની જરૂર છે. કારણ કે મારા મતે એમ.એસ.ધોની હજુ પણ શ્રેષ્ઠ કેપ્ટન છે. ‘

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter