પાકિસ્તાનના પેશાવરમાં આવેલી એક મસ્જિદમાં સોમવારે વિસ્ફોટ થતા 17 લોકોના મોત નીપજ્યાં હોવાની વિગતો સામે આવી છે. આ સિવાય હુમલામાં 83 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પેશાવરના પોલીસ લાઈન્સ વિસ્તારમાં આ મસ્જિદ આવેલી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે. સ્થાનિક પોલીસ અધિરકારી સિંકદર ખાને જણાવ્યું હતું કે ઈમારતનો એક ભાગ પડી ગયો હોવાનું સામે આવ્યું છે અને કેટલાક લોકો કાટમાળ હેઠળ દબાયા છે. મસ્જિદમાં નમાઝ અદા કરવામાં આવી રહી હતી ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. બોમ્બ નિરોધક સ્કવોડની ટીમને ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે.
પેશાવરની મસ્જિદમાં થયેલા વિસ્ફોટ મુદ્દે હજી એ સ્પષ્ટ થયું નથી કે બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યું છે કે આત્મઘાતી હુમલો હતો. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ટ્વીટ કરીને હુમલાની ટીકા કરી હતી.
Also Read
- બાપ રે! ઘાતક કોરોનાનો ભરડો વધ્યો, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2136 પર પહોંચી
- કોરોના ગયો નથી ત્યાં બીજું મોટું સંકટ!, આ દેશમાં માનવીને બર્ડ ફ્લૂ થયાનો પહેલો કેસ મળતા તંત્ર દોડતું થયું
- રામનવમી 2023: શુભ યોગમાં રામનવમી, આ રાશિના લોકોને મળશે ધનલાભની સારી તક
- મુસીબતનું માવઠું! ગુજરાતમાં બે દિવસ માવઠાની આગાહી, વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાશે
- દુનિયામાં સૌથી વધુ સોનુ(GOLD) કોણ ખરીદે છે અને શા માટે ? આવો જાણીએ