GSTV
Home » News » ગુજરાતની સરહદે પાકિસ્તાન સેનાની ભારે હિલચાલ, લખપતમાં રડાર એક્ટિવ કરાયું

ગુજરાતની સરહદે પાકિસ્તાન સેનાની ભારે હિલચાલ, લખપતમાં રડાર એક્ટિવ કરાયું

પાકિસ્તાની સેનાની 31 કોર પાસે રાજસ્થાન અને પંજાબના વિસ્તારમાં છે. બીકાનેર ક્ષેત્રમાં બહાવલપુર તથા જેસલમેર સીમાની સામે રહિમયાર ખાનમાં આવેલી સેનામાં પણ હલચલ વધી રહી છે. અને નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આ વચ્ચે સીમા સુરક્ષા બળ એટલે કે બીએસએફને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યું છે. અને સીમાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજી તરફ કચ્છની પેલે પાર ટેન્ક રેજીમેન્ટની તૈનાતી શરૂ થઈ છે. ભારતીય સીમા પર જાસૂસી માટે ડ્રોન અને યુએવી ઉડાવવામાં આવી રહ્યા છે. ગઈ કાલે જ ભારતે પાકિસ્તાનનું એક ડ્રોન પાડ્યું હતું. જે પછી સૈન્ય ત્યાં પણ સાવધાનની મુદ્રામાં આવી ગયું છે.

કચ્છની વીઘાકોટ સરહદથી અડધો કિલોમીટર દૂર પાકિસ્તાનની સેના અને રેન્જર્સની હલચલ વધી રહી છે. સીમા પાર સેનાનું આવન જાવન વધી ચૂક્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ કચ્છની પેલે પાર પાકિસ્તાને ટેન્ક રેજીમેન્ટની તૈયારી શરૂ કરી દીધી છે. સુત્રોનું કહેવું છે કે, ગત્ત કેટલાક દિવસોથી ત્યાં ટેન્કોનો જમાવડો ચાલી રહ્યો છે. જેમાં મંગળવારે તેજી જોવા મળી હતી.

લખપતમાં રડાર એક્ટિવ કરવામાં આવ્યા

લખપત વિસ્તારના સરહદ પર સુરક્ષા વધારી દેવાઈ છે. લખપતમાં રડાર એક્ટિવ કરવામાં આવ્યા છે. બોર્ડર પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. લખપતથી પાકિસ્તાન 9 કિમીનું અંતર ધરાવે છે. આર્મીને મિસાઈલ જેવા શસ્ત્રો સાથે સજ્જ કરવામાં આવી છે. દેશની પશ્ચિમી સરહદની છેલો બોર્ડર વિસ્તાર ભૂજમાં સેનાએ હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. આતંકીઓ પર એર સ્ટ્રાઈક બાદ કચ્છ જિલ્લામાં હેલ્પલાઇન નંબર જારી કરાયા છે. સરહદી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય બનાવ કે શંકાસ્પદ ગતિવિધિ કે બિનવારસી વસ્તુ મળી આવે તો હેલ્પલાઈન 02832-258439 પર જાણ કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. તો સાથે જ સરહદી કોસ્ટલ વિસ્તારોમાં પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. LCB, SOG અને મરીન પોલીસ સહિતની પોલીસની વિવિધ ટીમો ચેકિંગ કરીને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી રહી છે.. બૉમ્બ સ્કોડ , ડોગ સ્કોડ સહિતની ટીમો પણ ચેકીંગમાં જોડાઈ છે. ખાસ કરીને જુના કંડલા, નવા કંડલા, મીઠાપોર્ટ, સિરવા અને બન્ના વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે..

બીજી તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓ હાલત પર નજર બનાવી રાખેલ છે. સમુદ્રી સીમા ખડાઉ બંદરગાહ, નવલખી અને પાઈક્રિક સાથે પુરા ક્ષેત્રમાં વિશેષ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. સીમાને અડકીને આવેલા ગામડાઓમાં જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. વૉચ ટાવર પર મરીન એજન્સીના જવાન તૈનાત છે. જે સામાન્ય દિવસોમાં ખાલી પડેલા રહે છે. પોરબંદરની ગોસાથી મીયાણી સુધીના ક્ષેત્રમાં 11 સંવેદનશીલ લેન્ડિંગ પોંઈન્ટ છે. જે જગ્યાઓ પર એલર્ટ મુકવામાં આવ્યું છે.

પાકિસ્તાનના બંદરગાહ શહેર કરાચીથી પોરબંદર 281 નોટિકલ મીલ દૂર છે. જળસેનાના 8000 જહાજ પોરબંદર પહોંચી ચૂક્યા છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડના ફિશરિઝ ગાર્ડને વિશેષ તપાસ માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. માછીમારોને પણ તપાસીને જ સમુદ્રમાં જવાની પરમિશન આપવામાં આવશે. કોઈ પણ તપાસ વિના આદેશનું ઉલ્લંઘન ન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. નાગરિકો માટે પણ સીમા દર્શન બંધ કરી દેવામાં આવ્યું છે.

બી.એસ.એફ એ સુરક્ષામાં વધારો કરી દીધો

પુલવામા હુમલા બાદ મંગળવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને એર સ્ટ્રાઈક કરીને આતંકીઓના ગઢને ધ્વસ્ત કરી નાંખ્યા છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિતિ તંગ બની છે. ત્યારે પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા કચ્છ જિલ્લામાં હાઈ એલર્ટ છે. સરહદ પારથી પાકિસ્તાન દ્વારા કોઈપણ કાર્યવાહી થાય તો તેને પહોંચી વળવા લશ્કરી અને અર્ધ લશ્કરી દળો સાબદા બન્યાં છે. કચ્છમાં પણ તમામ સીમા ચોકીઓ પર જવાનોએ પહેરો વધુ મજબુત બનાવ્યો છે. કચ્છ એકમના ડીઆઈજી કક્ષાના વડા પોતે સરહદી રણ વિસ્તારમાં ધામા નાંખી તમામ કાર્યવાહી પર દેખરેખ રાખી રહ્યાં છે. તો હાઈ એલેર્ટની પરિસ્થિતિ વચ્ચે ભુજ એરપોર્ટ પર અવરજવર કરતા લોકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તો બસ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશને અવરજવર કરતા પ્રવાસીઓનું પોલીસ ચેકિંગ કરી રહી છે. કચ્છ સરહદની વાત કરીએ તો ખાવડા, વિગાકોટ, હરામીનાળા, સિરક્રિક, કોરીક્રિક, લખપત, જેવા સરહદી વિસ્તારમાં બી.એસ.એફ એ સુરક્ષામાં વધારો કરી દીધો છે. તો કંડલા પોર્ટ, મુન્દ્રા પોર્ટ, માંડવી બંદર, જખૌ બંદર જેવા દરિયાઈ વિસ્તાર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

Related posts

GSCના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે ફરીથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસુને લોટરી

Mansi Patel

ભાવનગરની આ 2 વર્ષની ટેણી છે ગૂગલ ગર્લ, કોઈ પણ સવાલનો આપે છે તરત જ જવાબ જુઓ VIDEO

Mansi Patel

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર, મુદતમાં ગેરહાજર રહેતાં કરાઈ હતી ધરપકડ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!