75 કરોડની GST ચોરીના આરોપસર કપડવંજની એક કંપનીના માલિકની ધરપકડ

વડોદરા સેન્ટ્રલ જીએસટી વિભાગે મૂળ કપડવંજની કંપની એચ.એમ ઇન્ડસ્ટ્રીના માલિક પરેશ પટેલની ૭૫ કરોડની જીએસટી ચોરી કરવાના આરોપસર ધરપકડ કરી છે. ઉદ્યોગપતિ પર કરોડોના બેંકના લેણા બાકી છે. અને અગાઉ મોટી લોન લે તે પહેલા જ ધરપકડ થતા ઉદ્યોગપતિ બેડામાં ચકચાર મચી છે. ખેડા જિલ્લા ના કપડવંજના આ ઉદ્યોગપતિને 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી પણ આપવામાં આવ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter