આ દેશમાં પુરૂષોને કૂતરાની જેમ રખાય છે, રાણી સાથે મોજશોખ ન કરાય તો વિંઝાય છે કોરડા

પુરુષોએ મહિલાઓને ત્રાસ આપ્યો હોવાનો સદીઓ જૂનો ઇતિહાસ છે પરંતુ યુરોપના ચેકોસ્લોવાકિયાની પાસે આવેલા અધર વર્લ્ડ કિંગડમ નામના પ્રદેશમાં મહિલાઓનું રાજ ચાલે છે.આ દેશમાં રહેતા પુરુષોને મહિલાઓ પોતાના પગ નીચે કચડે છે. પુરુષો જાણે કે ઝુ એનિમલ હોય એમ સજાના ભાગરૂપે પાંજરામાં પુરી દે છે. મહિલાઓ વાત વાતમાં પુરુષોના શરીરે કોરડા વિંઝે છે.

પુરુષોને બહારથી આવેલા ગુલામ સમજે છે

આ પ્રદેશ ચેકોસ્લોવાકિયાથી ૧૯૯૬માં અલગ પડયો હતો.જો કે તેને દેશનો દરજજો આપવામાં આવ્યો ન હોવા છતાં પોતાની કરન્સી,પાસપોર્ટ અને ફ્લેગ ધરાવે છે. અહીં રાણી પ્રેટ્રેસિયાનું એક ચક્રી શાસન ચાલે છે. આ પ્રદેશનું નિર્માણ કરવામાં જે તે સમયે ૧૨ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ પ્રદેશની મહિલાઓ પોતાને મૂળ નિવાસી જયારે પુરુષોને બહારથી આવેલા ગુલામ સમજે છે. રાણી પ્રેટ્રેસિયા જયાં બેસવાની હોય ત્યાં પુરુષ કારીગરોએ નવા સોફા તૈયાર કરવા પડે છે.

ભૂલો કરનારા અનેક પુરુષો અંડર ગ્રાઉન્ડ જેલમાં કેદીઓ તરીકે સબડે છે

સોફા જો આરામદાયક ના જણાય તો રાણી સજા આપે છે. પુરુષોએ જો મોંધી શરાબ પીવી હોય તો તે પોતાની માલકણને પ્રસાદની જેમ પગમાં ધરાવવી પડે છે. આ પ્રદેશના પુરુષો મહિલાઓથી ડરી ગયા હોવાથી વિરોધ કરવાની હિંમત રહયા નથી. ભૂલો કરનારા અનેક પુરુષો અંડર ગ્રાઉન્ડ જેલમાં કેદીઓ તરીકે સબડે છે. રાણી પ્રેટ્રેસિયાએ તૈયાર કરેલા પોતાના આલિશાન મહેલ ઉપર ધ્વજ ફરકે છે. મહારાણી સિંહાસન બેસે ત્યારે ગુલામો તેની સેવામાં હાજર થઇ જાય છે. તેમની સાથે રાણી કેવો વ્યવહાર કરશે એ તેના મૂળ પર નિર્ભર હોય છે. કેટલાકને તો રાણી ગળામાં પટ્ટોે ભરાવીને કૂતરાની જેમ ફેરવે છે.

અડધી રાત્રિએ પણ નિયમો બદલવાનો, નિર્ણય લેવાનો અબાધિત અધિકાર

આ પ્રદેશમાં બીજા દેશનો પુરુષ રહેવા આવી શકતો નથી .જે મહિલાઓ પાસે એક પુરુષ ગુલામ હોય તેવી મહિલાઓએ રહેવા માટે અરજી કરી શકે છે. રહેવા આવતી મહિલાઓ  પાંચ દિવસ મહેલમાં સેવા આપવી પડે તેવો નિયમ છે. રાણી પ્રેટ્રેસિયાને અડધી રાત્રિએ પણ નિયમો બદલવાનો તથા નિર્ણય લેવાનો અબાધિત અધિકાર છે. રાણીએ જે પણ કાયદાઓ ઘડયા હોય તેનું સૌએ પાલન કરવું પડે છે. ૩૦ હેકટર વિસ્તારમાં પથરાયેલા આ અઘોષિત દેશમાં ૨૫૦ મીટરનો ઓવલ ટ્રેક, મહેલ, ઝરણાઓ અને ઘાસનું મેદાન છે. આ દેશની રાજધાનીનું નામ બ્લેક સિટી છે. અહીં રાણીના નિવાસસ્થાનથી સમગ્ર દેશનું શાસન ચાલે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter